Ahmedabad SportsCity Sports

પિયુષ ચાવલાએ ગુજરાતની ટીમમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી

અમદાવાદ : ટીમ ઇન્ડિયાનો અને IPL માં કોલકત્તા નાઇટ રાઇડર ટીમનો સ્ટાર બોલર પિયુષ ચાવલા હવે ફરી ચર્ચામાં આવ્યો છે. હાલ ઉત્તર પ્રદેશ તરફથી રમી રહેલો પિયુષ ચાવલા આગામી રણજી ટ્રોફી સીઝનમાં ગુજરાત તરફથી રમવાનું વિચારી રહ્યો છે. પિયુષ ચાવલાએ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) માટે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસીએશનમાં એપ્લાય કર્યુ છે.

28 વર્ષીય પિયુષ ચાવલાએ ખાલી ત્રણ ટેસ્ટ 2006 થી 2012 માં રમ્યા છે અને તેના પુરા 10 વર્ષનાં કરીયરમાં તેને 7 વિકેટ લીધી છે. તો ઉત્તર પ્રદેશની રણજી ટીમ તરફથી 100 મેચ રમી છે અને તેમાં તેણે કુલ 386 ફસ્ટ ક્લાસ વિકેટ લીધી છે. પીયુસ ચાવલા બીજો ઉત્તર પ્રદેશનો બીજો ક્રિકેટર હશે જે ગુજરાતમાં શિફટ થશે. આ પહેલા RP સિંહ બે વર્ષ પહેલા જ ગુજરાતની રણજી ટીમ સાથે જોડાયો હતો. પિયુષ ચાવલા એ કહ્યું કે “મારી ગુજરાત રણજી ટીમના સુકાની પાર્થિવ પટેલ સાથે વાત થઈ છે અને મે તેને ગુજરાત માટે રમવા મારો રસ બતાવ્યો છે. UP છોડવાનો મારો કોઈ બિજો કારણ નથી. મે મારો દ્રષ્ટીકોણ UPCA ને સમજાવ્યો અને એ સમજી ગયા છે.”

Tags
Show More

Related Articles