Ahmedabad SportsCity Sports

EPL પ્રીમીયર લીગ 2018માં 65 ખેલાડીઓની હરાજી થઇ, પાંચ ખેલાડીઓ સૌથી વધુ 1 લાખ પોઇન્ટ સાથે ખરીદાયા

12 મે, (Sports Diary), અમદાવાદ : અમદાવાદમાં થોડા સમય પહેલા EPL 2018 ક્રિકેટ લીગની જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં 5 ફ્રેંચાઇઝીઓ નક્કી થયા બાદ 10 મેના રોજ અમદાવાદની ન્યુયોર્ક ટાવરમાં આવેલ કેલ્સ હોટલમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દરેક ફ્રેંચાઇઝીઓએ 13 ખેલાડીઓ ખરીદ્યા હતા. જો કે બે ફ્રેંચાઇઝી હોપર્સ અને બ્લુ ઇગલ ટીમે પોતાના કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

Photo By Sports Diary

EPL પ્રીમીયર લીગની હરાજીમાં પાંચ ખેલાડીઓ સૌથી વધુ 1 લાખ પોઇન્ટ સાથે વહેચાયા હતા. આમ હરાજીમાં કુલ 65 ખેલાડીઓ ખરીદાયા હતા.

Photo By Sports Diary

ટુર્નામેન્ટમાં ફ્રેંચાઇઝીઓ અને તેના માલિકો આ પ્રમાણે છે.
ફ્રેંચાઇઝી               ટીમના માલિકો

બ્લુ ઇગલ             કૌશલ ખારા, મનન પટેલ
અફલાતુન            સુનીત ગ્રોવર
માસ્ટર્સ બ્લાસટર્સ  રોનક પ્રજાપતી, ગુરપ્રીત સિંહ
સનરાઇઝર્સ          મનીષ અગ્રવાલ, અંકિત ગુપ્તા
હોપર્સ                  આકાશ અગ્રવાલ, હાર્દીક પટેલ

Photo By Sports Diary

આ ટુર્નામેન્ટ 7 થી 10 જુન દરમ્યાન અમદાવાદના ઓંગણજ વિસ્તારમાં વિવેંઝ પાર્ટી પ્લોટમાં રમાશે. સવારે 7 થી 10 વાગ્યા દરમ્યાન અને સાંજે 6 વાગ્યાથી મેચ રમાવાની શરૂઆત થશે. ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રહેશે અને પોઇન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઇનલમાં પ્રવેશ મેળવશે. જ્યારે LBW ને બાદ કરતા ICC ક્રિકેટને લગતા તમામ નિયમો આ ટુર્નામેન્ટમાં લાગુ પડશે. આ ટુર્નામેન્ટ પોઇમા સ્પોર્ટસ આયોજન કરી રહ્યું છે.

Tags
Show More

Related Articles