Ahmedabad SportsCity Sports

PBL 3: અમદાવાદની ટીમનો સમાવેશ, આજે ખેલાડીઓનું થશે એકશન

હૈદરાબાદ  : પ્રિમિયર બેડમિન્ટન લિગના ત્રીજા સત્ર માટે ખેલાડીઓની સોમવારની હરાજી વિશ્વના અને દેશના ટોચના ખેલાડીઓ ઉપરાંત 100 ખેલાડીઓના ભાગ લેવા સાથે અત્યંત રોચક બનશે. તો બીજી તરફ PBL 3 વધુ મજબૂત બનશે. કેમ કે હવે લીગમાં 6 ટીમનોને બદલે 8 મજબૂત ટીમો ભાગ લઇ રહી છે. જેમાં બે નવી ફ્રેન્ચાઈઝી ઉમેરવામાં આવી છે. સ્પર્ધા ડિસેમ્બર 22થી શરુ થશે અને 14 જાન્યુઆરીએ પુરી થશે. રમતના ચાહકો આ સ્પર્ધાને મુંબઈ, હૈદરાબાદ, લખનઉ, ચેન્નાઈ અને ગુવાહતીમાં ઈન્ટરનેશનલ કક્ષાના સ્ટેડિયમમાં માણી શકશે. દરેક ટીમો તેમના કુલ 2.12 કરોડ રુપિયાના પર્સમાંથી એક ખેલાડી પાછળ વધુમાં વધુ 72 લાખ રુપિયા ખર્ચી શકશે.


પુરુષોના વર્લ્ડ નંબર-1 વિક્ટર એક્સેલસેન (ડેનમાર્ક), મહિલાઓની વર્લ્ડ નંબર-1 તાઈ તેઝુ .ગ (તાઈવાન), રિયો ઓલિમ્પિક ચેમ્પિયન કારોલિના મારિન (સ્પેન) અને ભારતની પોતાની વિશ્વની નંબર-2 પીવી સિંધૂ પણ ટોચના ડ્રોમાં રહે એવી આશા છે. તેઓ દરેક ટીમની ઈચ્છનીય યાદીમાં હશે અને એ સાથે ખેલાડીઓની હરાજી રોમાંચક બનશે જેમાં દરેક ફ્રેન્ચાઈઝીને તેમની ટીમ માટે રુપિયા 2.12 કરોડનો ખર્ચ કરવાની મંજૂરી અપાઈ છે.

 

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ યોજાતી પીબીએલ હવે સૌથી સમૃધ્ધ બેડમિન્ટન લિગ બની ગઈ છે જેમાં ટોચના ખેલાડીઓ ભાગ લે છે. સ્પર્ધામાં કુલ ઈનામી રકમ છ કરોડ રુપિયા છે. તાજેતરમાં પુરી થયેલી બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારા આઠ ખેલાડી અને ઓલિમ્પિકમાં મેડલ જીતનારા 10 (જેમાં ત્રણ મલ્ટિપલ મેડલ વિજેતા)ઓએ ડિસેમ્બરમાં યોજાનારી આ સ્પર્ધામાં બાગ લેવા માટે સમર્થન આપી દીધું છે.

 

હરાજી ભારતીય ખેલાડીઓ માટે પણ વધુ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે તાજેતરમાં પોતાની શક્તિનો પરચો આપી રહેલો કિદામ્બી શ્રીકાંતમાં તેમાં ભાગ લેશે. આ વખત વધુ સારા ખેલાડીઓને લીધેસ્પર્ધા વધુ રોમાંચક બને અને ભારતીય ફેન્સને વધુ સારી રમત જોવા મળે એવી આશા છે.

રસપ્રદ બાબાત એ છે કે આ વખતે ચીન પણ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવાનું છે. તેમનો વિશ્વનો નંબર-11 પુરુષ સિંગલ્સનો ખેલાડી તિયાન હોવેઈ પણ મેદાન પર ઊતરશે.

 

 

વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એલેક્સન, કોરિયાનો સો વાન હો અને ભારતનો કિદામ્બી શ્રીકાંત પુરુષોમાં અને તાય તેઝુ, કારોલિના મારિન, પીવી સિંધૂ, સાયના નેહવાલ, કોરિયાની સુંગ જી હ્યુન અને તાઈવાનની તેઝુ વેઈ વાંગને આઈકોનનો દરજ્જો અપાયો છે. ચીન, કોરિયા, તાઈવાન, થાઈલેન્ડ, જર્મની અને હોંગકોંગ સહિતના 11 દેશોના ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

તમામ ઉપલબ્ધ ખેલાડીઓ હરાજી દ્વારા જ પસંદ થશે જેમાં છ ટીમોને રાઈટ ટૂ મેચ (આરટીએમ) માટેના વિકલ્પની પણ મંજૂરી મળશે. આનાથી હરાજીની પ્રક્રિયા વધુ પારદર્શી જ નહિ બને પરંતુ તેમાં દરેક ટીમને પોતાની ટીમને મજબૂત બનાવવાની તક મળશે.

આ પ્રકારની ઉચ્ચકક્ષાની હરાજી પ્રક્રિયા પર ખુશી વ્યક્ત કરતા બીએઆઈના પ્રમુખ અને પીબીએલના ચેરમેન ડૉ. હિમન્તા બિશ્વા શર્માએ કહ્યયું કે, પીબીએલ બેડમિન્ટનમાં ઝડપથી વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે અને વિશ્વભરનાટોચના ખેલાડીઓ તેમાં ભાગ લેવા આતુર છે. અમે ત્રીજા સત્ર સાથે આગળ વધવા આતુર છીએ અને અમે ચાહકોને  ખેલાડીઓ તેમનો શ્રેષ્ઠ દેખાવ સ્પર્ધામાં કરીને સ્પર્ધાને વિશ્વ કક્ષાની બનાવશે એવી ખાતરી આપીએ છીએ.

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ યોજાતી સ્પર્ધાનું સ્પોટર્સલાઈવ દ્વારા આયોજન થાય છે. ગુરગાંવની સ્પોટર્સ મેનેજમેન્ટ કંપની પીબીએલના આયોજન માટેના લાંબા ગાળાના લાયસન્સ ધરાવે છે. લિગ વર્ષો વર્ષ વધુને વધુ સમૃધ્ધ બની રહી છે. અમેમાનીએ છીએ કે આ વર્ષે તે વધુ રોમાંચક બની રહેશે. અમારું લક્ષ્યાંક દેશમાં આ સ્પર્ધાને ઓલિમ્પિક રમતોની સૌથી સારી લિગ બનાવવાનું છે. અમે તેના માટે શક્ય તમામ કરી છૂટીશું. ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબજ સારો દેખાવ કરી રહ્યા છે અને આનાથી રમત તરફ લોકોનું વધુ ધ્યાન ખેંચાશે અને સ્પોન્સર્સ આગળ આવશે., એમ સ્પોટર્સલાઈવના મેનેજિગ ડાયરેક્ટર શ્રી અતુલ પાંડેએ જણાવ્યું હતું.

 

24 દિવસની લિગમાં ભાગ લેનારી ટીમો:
1) દિલ્હી એકર્સ
2) મુંબઈ રોકર્સ
3) બેંગલુરુ બ્લાસ્ટર્સ
4) ચેન્નાઈ સ્મેશર્સ
5) હૈદરાબાદ હંટર્સ
6) નોર્થ ઈસ્ટર્ન વોરિયર્સ
7) અમદાવાદ સ્મેશ માસ્ટર્સ
8) અવધ વોરિયર્સ.

PBL 3 માં હરાજીના તથ્યો

કુલ સંખ્યા ટીમોની – 8
કુલ દિવસ ઈવેન્ટના – 24 દિવસ (22 ડિસેમ્બર 2017થી 14 જાન્યુઆરી 2018)
કુલ સ્પર્ધાના સ્થળ – 5
કુલ હરાજીમાં ભાગ લેનારા ખેલાડી-120
કુલ દેશોનું પ્રતિનિધિત્વ -11
કુલ ટોચના 10 રેન્કિંગ ધરાવતા ખેલાડી -17
કુલ ટોચના 20 રેન્કિંગ ધરાવતા ખેલાડી -32

આઈકન ખેલાડીઓ અને ભારતીય ખેલાડીઓ  ત્રણ ભારતીયો સહિત 9

કુલ ઓલિમ્પિક મેડલ વિજેતાઓ – 10
કુલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2017માંથી મેડલ જીતનારાઓ – 8
કુલ હરાજીમાં ભારતીય ખેલાડીઓ -82
કુલ હરાજી માટેનું ટીમો પાસેનું પર્સ – ભારતીય ચલણ મુજબ 2.12 કરોડ

હરાજી દરમિયના એક ખેલાડી પાછળ ખર્ચવાની વધુમાં વધુ રકમ – ભારતીય ચલણ મુજબ 72 લાખ

કુલ ઈનામી રકમઃ 6 કરોડ (વિજેતા- 3 કરોડ, રનર્સ અપ 1.5 કરોડ, 3 અને 4 સ્થાન પર રહેનારી ટીમોને દરેકને 75 લાખ)

Tags
Show More

Related Articles