Ahmedabad SportsCity Sports

અમદાવાદની ખુશાલી પેરીસની 1,200 કિમી સાઈકલિંગ માટે ક્વોલિફાઈ

અમદાવાદ : શહેરની ખુશાલી પુરોહિતે સાઈકલિંગમાં એક નવી સિદ્ધિ હાંસલ કરીને મુશ્કેલ ગણાતી ચાર બીઆરએમ (બ્રેવેટ રોન્ડોનિયરિંગ મોન્ઝિયાક્સ રાઈડ) પૂરી કરી એસઆરનું ટાઈટલ મેળવ્યું હતું.

ચાર બીઆરએમમાં 200, 300, 400 અને 600 કિમીનું સાઈકલિંગ કરવું પડે છે. આટલું અંતર કાપ્યા બાદ એક મહિનાની અંદર તેણે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને 1,000 કિમીની બીઆરએમ પૂરી કરવામાં પણ સફળતા મેળવી હતી.

Photo Source : Google

ખુશાલીનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું હતું કે 75 કલાકના કટ ઓફ ટાઈમની 55 મિનિટ પહેલા જ એટલે 74.5 કલાકમાં જ પૂરી કરી દીધી હતી.

ખુશાલી હવે પેરિસમાં યોજાનારી પેરીસ બ્રેસ્ટ પેરીસ-2019 માટે ક્વોલિફાઈ થઈ છે. જેમાં 1,200 કિમી સાઈકલ ચલાવવાની હોય છે. ખુશાલી હાલમાં પીડીપીયુના એનસીસી અધિકારી લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવી રહી છે.

Tags
Show More

Related Articles