City SportsRajkot Sports

રાજકોટ : 250થી વધુ બાળકોએ શેરી રમતોની મજા માણી

Rajkot (SportsDiary.in) : ટેકનોલોજી આવતા લોકો ઘરની બહાર જવાનું ટાળતા હોય છે. તેવામાં નાના બાળકો ખાસ વધારે ટેકનોલોજીથી વધુ આકર્ષાય છે. જેની અસર બાળકના હેલ્થ પર પળે છે અને બિમારી ઘર કરે છે. જેને ધ્યાને લઇને રાજકોટમાં એક ચેરિટેબલ સંસ્થાએ અનોખું આયોજન કર્યું હતું. નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નવરંગ નેચર ક્લબના ઉપક્રમે ગોકુલધામ સોસાયટીના મેદાનમાં શેરી રમતો યોજાઇ હતી. જેમાં આ સોસાયટીના મેદાન પર આશરે 250થી વધુ બાળકોઅ જુદી જુદી શેરીની રમતો રમી હતી અને તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શેરી રમતને સફળ બનાવવા વી.ડી.બાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

નોબલ શિશુમંદિરમાં રમતોત્સવ
રૈયારોડ, સંતોષ પાર્કમાં આવેલી નોબલ શિશુમંદિરમાં નાના ભૂલકાઓને ભણતરની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ વિવિધ રમતોમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા.

Tags
Show More

Related Articles