City SportsRajkot Sports
Pro Hockey League: રાજકોટ પોલીસ, એવેંજર્સ, તેજ એક્વા સહીતની ટીમે સેમી ફાઇનલમાં પહોચી

રાજકોટ : રાજકોટમાં ચાલી રહેલી પ્રો હોકી લીગમાં ચોથા દિવસની મેચો ઘણી મહત્વની હતી. ચોથા દિવસની રમતની મેચો ક્વાટર ફાઇનલની મેચો હતી. ચોથા દિવસની રમતમાં કુલ પાંચ મેચો રમાઇ હતી. પહેલી મેચ ડીઆર લાયન્સ અને એવેંજર્સ ટીમો વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચ ઘણી રોમાંચક રહી હતી અને એવેંજર્સ ટીમે ડીઆર લાયન્સ ટીમને 5-4થી હાર આપી હતી. બીજી મેચ હરકિશન અને તેજ એક્વા ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં તેજ એક્વા ટીમે હરકિશન ટીમને 5-4થી હાર આપી હતી. તો ત્રીજી મેચ રાજકોટ પોલીસ અને બાલાજી ટીમ વચ્ચે રમાઇ હતી. આ મેચ એક તરફી રહી હતી. રાજકોટ પોલીશે મોટા માર્જીનથી આ મેચ પોતાના નામે કરી હતી. રાજકોટ પોલીસે 8-1થી જીતી હતી. જ્યારે ચોથી મેચ કડવીબાઇ અને દબંગ ટીમ વચ્ચે યોજાઇ હતી. કડવિબાઇ ટીમે 1-0થી મેચ જીતી લધી હતી. જ્યારે અંતિમ મેચ ફિટનેશ મેનેજમેન્ટએ એક તરફી મેચમાં વેવ રાઇડર્સની ટીમે 6-0થી હાર આપી હતી. ચોથા દિવસની મેચમાં જીતેલી તમામ ટીમોએ સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.