City SportsRajkot Sports

ઇંટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોજકોટ મેયર ઇલેવનની ટીમ સેમી ફાઇનલમાં પહોચી

10 એપ્રિલ (SportsDiary), રાજકોટ : ઇંટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કા પર પહોચી ગઇ છે. ત્યારે
જામનગર મ્યુનિ. કોર્પોરેશનના યજમાનપદે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિ. કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઇકાલે રાજકોટ મેયર અને જૂનાગઢ મેયર ઇલેવન વચ્ચે કનિદૈ લાકિઅ ક્રિકેટનો જંગ ખેલાયો હતો. આ મેચમાં રાજકોટનાં કેપ્ટન નિતીનભાઇ ભારદ્વાજે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. રાજકોટે ર૦ ઓવરના અંતે ૮ કનિદૈ લાકિઅ વિકેટે ૧૩૮ રન અકિલા બનાવ્યા હતાં. જેમાં અજય પરમારાનાં ૪ર  રન, કશ્યપભાઇ શુકલના ર૭ રન મુખ્ય હતાં. જુનાગઢ ઇલેવન ૧૩૯ રનનો લક્ષ્યાંક પુર્ણ કરવા કનિદૈ લાકિઅ મેદાનમાં ઉતરી હતી.

જૂનાગઢ મેયર ઇલેવને ર૦ ઓવરમાં ૯ વિકેટે ૧રર રન કરતા રોમાંચક અકીલા મેચમાં રાજકોટનો ૧૬ રને ભવ્ય વિજયી થયો હતો. રાજકોટ ઇલેવન કનિદૈ લાકિઅ તરફથી કશ્યપભાઇ,  પુષ્કર પટેલ, નિતીનભાઇ તથા અશ્વિનભાઇ મોલીયાએ ર-ર વિકેટ મેળવી હતી. આ મેચમાં અજય પરમાર મેન ઓફ ધ મેચ જાહેર થયા હતાં. અત્રે કનિદૈ લાકિઅ નોંધનીય છે કે, આજે  સુરત મેયર ઇલેવન અને વડોદરા મેયર ઇલેવન વચ્ચે રમનાર મેચના વિજેતા ટીમ તા. ૧ર ગુરૂવારના રાજકોટ મેયર ઇલેવન સામે સેમી ફાઇનલમાં કનિદૈ લાકિઅ ટકારશે.

Tags
Show More

Related Articles