City SportsOther Cities Sports

રવિન્દ્ર જાડેજાએ હોર્સ રાઇડિંગનો વીડિયો કર્યો શેર : લખ્યું – ‘મારો ઓલ ટાઇમ ફેવરીટ’

Jamnagar (SportsDiary.in) : કોરોના વાયરસના કહેરના કારણે હાલ ભારતભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. બધા જ લોકો પોતાના ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે અને કોરોનાને હરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ઘણા લોકો ઘરમાં રહીને પોતાના જુના દિવસો પણ યાદ આવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના જુના યાદગાર દિવસો શેર કરી રહ્યા છે. તેવામાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અને ગુજ્જુ ક્રિકેટર (Ravindra Jadeja) રવિન્દ્ર જાડેજાને પણ પોતાના જુના દિવસો યાદ આવ્યા હતા અને તેના (Ravindra Jadeja) ફોટ અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ ટ્વીટર પર શેર કર્યો હોર્સ સાઇડિંગનો વીડિયો
ગુજરાતી ક્રિકેટર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આ લોકડાઉનના સમયગાળામાં હોર્સ રાઈડિંગની બહુ યાદ આવી રહી હોય તેમ જણાય  છે. તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજાને હોર્સ રાઇડિંગનો ગાંડો શોખ છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોતાનો થ્રોબેક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જાડેજા પોતાની હોર્સ રાઈડિંગ સ્કિલ્સ બતાવે છે. તેણે પોતાના આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, “મારો ઓલ ટાઈમ ફેવરિટ (હોર્સ ઇમોજી).

સેલિબ્રિટીઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના જુના દિવસો યાદ કરી રહ્યા છે
21 દિવસના લોકડાઉનના કારણે તમામ લોકો આ સમય દરમ્યાન પોતાના દિવસો કઇ રીતે પસાર થઇ રહ્યા છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી રહ્યા છે. દરેક સામાન્ય જનતા અને સોલિબ્રિટીઓ પણ ઘરમાં કઇ રીતે સમય પસાર કરી રહ્યા છે તે વીડિયો અને ફોટો શેર કરીને જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Video : દેશમાં લોકડાઉનને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્નિએ આપ્યું સમર્થન

2 દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાએ ટ્રેડમિલનો વીડિયો શેર કર્યો હતો
તો 2 દિવસ પહેલા પણ રવિન્દ્ર જાડેજાએ એક ક્લિપ શેર કરી હતી, જેમાં તે ટ્રેડમિલ પર પાવર રન કરતો જોવા મળે છે. ત્યારે તેણે કહ્યું હતું કે, દોડવું એ મારી તાકત છે. આ શરીરને રિપેર કરવાનો પરફેક્ટ ટાઈમ છે. ઘણા અન્ય ખેલાડીઓ પણ આ દિવસોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાયેલા રહે છે.

Tags
Show More

Related Articles