Baroda SportsCity Sports

સલમાન પઠાણ ક્લબે વેલિયન્ટ ક્લબ ચૈમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

વડોદરામાં રમાયેલી વેલિયંટ ક્લબ ચૈમ્પિયનશિપ 2017માં ફાઇનલ મેચમાં ક્રિપાલ રાઘવ ક્રિકેટ ક્લબ અને સલમાન પઠાણ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઇ હતી. જેમાં સલમાન પઠાણ ક્રિકેટ ક્લબે શાનદાર પ્રદર્સન કરતા ક્રિપાલ રાઘવ ટીમને 62 રનમાં જ ઓલ આઉટ કરીને સલમાન પઠાણ ટીમે 71 રને મેચ જીતી લીધી હતી અને ક્લબ ચૈમ્પિયનશિપમાં પ્રથમ વિજેતા ટીમ બની હતી. સલમાન પઠાણ ટીમના સુરજ ભડોરીયાએ 2.5 ઓવરમાં 5 વિકેટ ઝડપતા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

 

આ પહેલા ક્રિપાલ રાઘવ ક્રિકેટ ક્લબે ટોસ જીતી પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જેમાં સલમાન પઠાણ ટીમે સારી શરૂઆત કરી હતી અને 8 ઓવરમાં 1 વિકેટના ભોગે 49 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ ક્રિપાલ રાઘવ ટીમે શાનદાર બોલીંગ કરતા 12 ઓવરમાં હરીફ ટીમની 4 મહત્વની વિકેટ પાડી દીધી હતી. આમ સલમાન પઠાણ ટીમનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટાના ભોગે 78 રન સુધી પહોચી હતી. જોકે ત્યાર બાદ સલમાન પઠાણ ટીમે અંતિમ 8 ઓવરમાં વળતી લડત આપી હતી અને 20 ઓવરમાં 133 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.

ત્યાર બાદ 134 રનના લક્ષ્યાંકને પહોચી વળવા માટે મેદાન પર ઉતરેલી ક્રિપાલ રાઘવ ટીમની શરૂઆત સારી રહી ન હતી અને પ્રથમ 4 ઓવરમાં માત્ર 18 રનમાં 3 વિકેટ પડી ગઇ હતી. સલમાન પઠાણ ક્રિકેટ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા 12 ઓવરમાં ક્રિપાલ રાઘવ ટીમને મોટો સ્કોર કરતા રોક્યા હતા અને 59 રનમાં 8 વિકેટ પાડી દીધી હતી. આમ ક્રિપાલ રાઘવની પુરી ટીમ 13.5 ઓવરમાં 62 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી અને સલમાન પઠાણ ક્રિકેટ ક્લબ 71 રને મેચ અને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

Tags
Show More

Related Articles