City SportsOther Cities Sports

ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરીતા ગાયકવાડની એશિય ગેમ્સ માટે થઇ પસંદગી

7 જુલાઇ, (SportsDiary.in), ડાંગ : ઇંડોનેશિયા ખાતે આગામી ઓગષ્ટ – સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી એશિયાન ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ભારતના તમામ ખેલાડીઓએ પણ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તેવામાં ગુજરાતનું ગૌરવ ગણાતી ડાંગ જીલ્લાની આદિવાસી યુવતી કે જે ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી કારી સરીતા ગાયકવાડની એશિયન ગેમ્સ માટે પસંદગી કરવામાં આવી છે. એથલેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્રારા સરીતા ગાયકવાડની 4/400 મીટર રીલે દોડ માટે પસંદગી કરવામાં આવી છે.

Photo Source : Twitter

સરીતા ગાયકવાડ ડાંગના કરાડીયાઆંબા ગામની વતની છે અને એશિયન ગેમ્સમાં પસંદગી પામતા ડાંગ જીલ્લા અને સમગ્ર ગુજરાતભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. હાલમાં જ આસામમાં ગુવાહાટી ખાતે પુરી થયેલી 58મી નેશનલ ઇન્ટર સ્ટેટ સીનીયર એથલેટીક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત માટે કાસ્ય પદક જીત્યો હતો. ત્યાર બાદ 30 જુનના રોજ ધ એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્રારા યોજાયેલી પસંદગી સમીતીની બેઠકમાં આ સ્પર્ધા સહીત નેશનલ કોચીંગ કેમ્પમાં ભાગ લઇને ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની ટીકીટ આપવામાં આવી છે.

એશિયન ગેમ્સ માટે સરીતા ગાયકવાડ સહીત ભારતમાંથી એમ. આર. પુવમ્મા, વિજયાકારી, વી.કે. વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પસંદગી કરવામાં આવી છે. આ પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફોર એથલેટિક્સની પસંદગી કરવામાં આવશે. સરીતા ગાયકવાડ આગામી 9 જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની તાલીમ મેળવવા પ્રસ્થાન કરશે.

Tags
Show More

Related Articles