Ahmedabad SportsCity Sports

શ્રી એમ.પી શાહ કોલેજના વિજયમાં ફારુક અને ક્ષિતિજ પાંચ-પાંચ ગોલ ફટકારીને ઝળક્યા

અમદાવાદ: સેન્ટઝેવિયર્સ કોલેજના રોયલ વાસ્કર અને સર્જિયો પોલે હેટ્રિક ફટકારીને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનને 13-0ના જંગી માર્જિનથી પરાજય આપ્યો હતો જ્યારે શ્રી એમ.પી શાહ કોમર્સ કોલેજએ પણ જોરદાર દેખાવ કરતા ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનને 15-0થી હાર આપી હતી જેમાં ફારુખ સોઢા અને ક્ષિતિજ પરમારે પાંચ-પાંચ ગોલ ફટકાર્યા હતા. આરવાયએફસી ટૂર્નામેન્ટની મેચો સીએન સ્પોટર્સ એકેડમી પર રમાઈ હતી.

સેન્ટઝેવિયર્સના સર્જિયોએ મેચની ચોથી જ મિનિટમાં ટીમ માટે પહેલો ગોલ કર્યો અને ટૂંકા સમયગાળામાં બીજા બે ગોલ (5 અને 8મિનિટ) કરીને તેણે હેટ્રિક કરી હતી. રમતની દસ જ મિનિટમાં ટીમની સ્થિતિ મજબૂત થઈ ગઈ હતી. તેની ટીમના સાથી રોયલે તેની ગોલ કરવાની ક્ષમતાથી પ્રેરાઈને 16મી મિનિટમાં વધુ એક ગોલ કર્યો હતો અને એ પછી તેણે 23મી અને 66મી મિનિટમાં પણ ગોલ કર્યયો હતો. આ દરમિયાન આક્રમણ જારી રાખતા ફાસિલ અને વિનોદ વસાવાએ પણ એક-એક ગોલ કર્યા હતા, રોહન ગુપ્તા અને શાહબર સૈયદ પણ ગોલ કરવામાં પાછળ રહ્યા નહતા અને ટીમને 13-0થી જવલંત વિજય અપાવ્યો હતો.

એક અન્ય મેચમાં શ્રી એમ.પી શાહ કોમર્સ કોલેજ તરફથી ફારુખ અબ્દુલ સોઢા અને ક્ષિતિજ પરમારે પાંચ-પાંચ ગોલ ફટકાર્યા હતા જ્યારે તેમની ટીમના સાથી પવન રામાનુજે ચાર ગોલ કર્યા હતા.

શ્રી એમ.પી શાહના ખેલાડીઓએ વધુ ફેરફાર સાથે મેચની શરૂઆત કરી હતી અને તેઓએ 22મી મિનિટમાં ગોલની શરૂઆત કરી જે ગોલ પવને કર્યો હતો. એ પછીની બે મિનિટ બાદ જ પવને બીજો ગોલ કર્યો અને હાફ ટાઈમ પહેલા તેણે વધુ બે ગોલ પણ કર્યા હતા.

જોકે એમ.પી શાહે ચાર ગોલના એડવાન્ટેજ સાથે બ્રેક માણ્યો અને પછી બીજા હાફમાં ક્ષિતિજે પાંચ ગોલ (47, 58, 67, 70,77) ગોલ ફટકાર્યા. એટલું જ નહિ ફારુક સોઢાએ પણ પાંચ ગોલ (38,41, 50,53,63) કર્યા હતા. સલામ સૈયદે ફણ એક ગોલ કર્યો અને તેની કોલેજને ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સામે 15-0થી વિજય અપાવ્યો હતો.

અન્ય એક મેચમાં ઈન્ડસ કોલેજના રોનાલ્ડે બે ગોલ ફટકારીને તેની ટીમના સ્પર્ધામાં ટકી રહેવાની આશા જાળવી રાખી હતી. ટીમે એલડીઆરપી ગાંધીનગર કોલેજ સામે શરૂઆતમાં ભૂલ કર્યા બાદ જોરદાર વળતી લડત આપી અને 3-2થી વિજય મેળવ્યો હતો.
પરિણામો

(કોલેજ છોકરાઓ)

સેન્ટ ઝેવિયર્સ કોલેજએ ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટીને 13-0થી પરાજય આપ્યો, સાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક એન્ડ એન્જિનિયરંગ રિસર્ચે ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીને 2-0થી પરાજય આપ્યો, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગે અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટને 7-0થી પરાજય આપ્યો, ઈન્ડસ યુનિવર્સિટીએ એલડીઆરપી ગાંધીનગરને 3-2થી હરાવ્યું, શ્રી એમ.પી શાહ કોલેજ ઓફ કોમર્સે ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિન્સ્ટ્રેશનને15-0 હાર આપી જ્યારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ અને એલજેઆઈઈટીની મેચ 1-1થી ડ્રો રહી હતી.

(જુનિયર બોયસ)
સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલનો પવાતાવોલ્કર હાયર સેકન્ડરી સ્કૂલ સામે 3-1થી વિજય

Tags
Show More

Related Articles