City SportsRajkot Sports

Pro Hockey League: બીજા દિવસે અનોખો રેકોર્ડ, હરીફ ટીમ એક પણ ગોલ ન કરી શકી

રાજકોટ : રાજકોટમાં ધ્યાનચંદ હોકીના મેદાન પર પ્રો હોકી લીગ 2017ની શરૂઆત થઇ ચુકી છે. ટુર્નામેન્ટના બીજા દિવસે કુલ સાત મેચ રમવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ તમામ સાત મેચમાં હારનાર ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. બીજા દિવસની રમતમાં હારનાર ટીમમાંથી પુલ કેટેગરીમાં બીજા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને પ્રી ક્વાટર ફાઇનલમાં સ્થાન મળશે.

આ ટુર્નામેન્ટના બીજા દિવસે પહેલી મેચ તેજ એક્વા અને પેંથર્સ ટીમ વચ્ચે રમાઇ હતી. પહેલી મેચની શરૂઆત ભારે રોમાંચક રહી હતી. પરંતુ તેજ એક્વા ટીમના શાનદાર પ્રદર્શનને કારણે હરીફ પેંથર ટીમ મેચમાં એક પણ ગોલ કરી શકી ન હતી અને તેજ એક્વા ટીમ 10-0થી મેચ જીતી લીઘી હતી. જ્યારે બીજી મેચ એવેંજર્સ આર્મી અને બાલાજી ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં એવેંજર્સ આર્મીએ 3-0થી મેચ જીતી લીધી હતી. ત્રીજી મેચ ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને ડીઆ લાયન્સ વચ્ચે યોજાઇ હતી. જેમાં જીઆર લાયન્સ ટીમે 2-0થી મેચ જીતી લીધી હતી. ચોથી મેચમાં એમવીએમ ગર્લ્સ કોલેજ સામે કડવીબાઇ ગર્લ્સ કોલેજે 7-0થી મેચ જીતી લીધી હતી. પાંચમી મેચમાં એવેંજર્સ આર્મીએ અસલાલી ઇલેવનને 4-0થી હાર આફી હતી. છટ્ઠી મેચમાં ગુરૂ હરીક્રૃણ ઇલેવનની ટીમે સેંડી ઇલેવનની ટીમને 4-0થી હાર આપી હતી. તો અંતિમ મેચમાં વેવરાઇડર્સ ઇલેવનની ટીમે પેંથર્સ ઇલેવનની ટીમને 4-0થી હાર આપી હતી.

Tags
Show More

Related Articles