City SportsSurat Sports

સેલ્ફી ટીમના દિપ ખેનીના 53 રન ટીમને જીતાડી ન શકી, ત્રીજી વન-ડે 22 રને હારી

30 જુન, (SportsDiary.in), સુરત : દિલ્લીમાં ચાલી રહેલી ભગતસિંહ ક્રિકેટ ટીમ અને સુરતની સેલ્ફી ટીમ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં ત્રીજી વન-ડેમાં ભગતસિંહ ક્રિકેટ ટીમે 22 રને મેચ જીતીને શ્રેણીમાં 2-0 થી આગળ નીકળી ગઇ છે. ભગતસિંહ ટીમ તરફથી સચિને સૌથી વધુ 21 રન કર્યા છે. વરસાદના કારણે મેચ માત્ર 20 ઓવરની જ કરી દેવામાં આવી હતી.

Photo Source : SportsDiary.in

આ પહેલા ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા મેદાન પર ઉતરેલી ભગતસિંહ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર સંદિપ અને ચંદન સસ્તામાં આઉટ થઇ ગયા હતા. સેલ્ફી ક્રિકેટ ટીમનું બોલીંગ આક્રમક સામે ભગતસિંહ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર સંદિપ 11 બોલમાં માત્ર 5 રન તો ચંદન 13 બોલમાં 14 રન કરી આઉટ થઇ ગયા હતા. તો ત્યાર બાદ જીતેને 21 બોલમાં 16 રન અને આદિત્યએ 23 બોલમાં 15 રન કર્યા હતા. તો સચિને થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા. તેણે 26 બોલમાં 21 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ કોઇ પણ બેટ્સમેન સેલ્ફી ટીમના બોલરો સામે ટકી શક્યું ન હતું અને એક પછી એક વિકેટો પડતી ગઇ હતી. આમ પુરી ટીમ 20 ઓવરમાં 105 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી અને સેલ્ફી ટીમને 106 રનનો આસાન લક્ષ્યાંક આપ્યો હતો. સેલ્ફી ટીમ તરફથી શુભ અને મયંકે 3-3 વિકેટો ઝડપી હતી.

Photo Source : SportsDiary.in

ભગતસિંહ ક્રિકેટ ટીમે આપેલા 106 રનના લક્ષ્યાંકને પહોચી વળવા મેદાન પર ઉતરેલી સેલ્ફી ટીમની શરૂઆત સારી રહી ન હતી. પુરી ટીમમાંથી ઓપનર દિપ ખેની એક માત્ર મેદાન પર ટકી શક્યો હતો. તેને બાદ કરતા કોઇ પણ બેટ્સમેન વ્યક્તિગત 5 રનથી વધુ રન કરી શક્યો ન હતો. ઓપનર દિપ ખેનીએ આક્રમક રમત દાખવતા 36 બોલમાં ઝડપી 53 રન કર્યા હતા. સેલ્ફી ટીમ સામે ભગતસિંહ ટીમનો બોલર ચંદન હાવી રહ્યો હતો. તેણે સેલ્ફીની અડધી ટીમ આઉટ કરી હતી. તો સંદિપ અને જીતેને 2-2 વિકેટ ઝડપી હતી. આમ પુરી સેલ્ફી ટીમ માત્ર 17 ઓવરમાં 83 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

Tags
Show More

Related Articles