City SportsSurat Sports

સીરીઝ જીતના ઇરાદા સાથે આજે સેલ્ફી અંડર 19 ટીમ મેદાન પર ઉતરશે

6 જુન, (SportsDiary.in), સુરત : ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટ માટે એક પ્લેટફોર્મ મળે તે હેતુથી સેલ્ફી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે સેલ્ફી અંડર 19 અને બ્રિલિયન્ટ અંડર 19 ટીમ વચ્ચે ત્રણ ODI મેચની સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી વન-ડે મેચમાં સેલ્ફી U19 ટીમે શાનદાર 102 રનથી મેચ જીતીને સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. ત્યારે આજે સેલ્ફી ટીમ સીરીઝ જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

Photo Source : Sports Diary

પહેલી વન-ડે મેચમાં સેલ્ફી અંડર 19 ટીમે શાનદાર પ્રદર્શન કરતા 102 રનના મોટા માર્જીનથી બ્રિલિયન્ટ અંડર 19 ટીમને હરાવીને પહેલી વન-ડેમાં જીત સાથે શરૂઆત કરી હતી. સેલ્ફી ટીમના સોવિકના ઓલ રાઉન્ડ પ્રદર્શનથી સેલ્ફી ટીમે જીતનો પાયો નાખ્યો હતો. પહેલી મેચમાં સોવિકે શાનદાર 43 રન કરીને સેલ્ફી ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ બોલીંગમાં પણ સોવિકે 3 વિકેટ ઝડપીને હરીફ ટીમને મોટા ઝટકા આપ્યા હતા. આમ સોવિકે ઓલ રાઉન્ડ પ્રદર્શન કરીને સેલ્ફી ટીમને જીતાડી મહત્વની ભુમીકા ભજવી છે. ત્યારે આજની બીજી વન-ડેમાં સેલ્ફી ટીમને સોવિક પાસેથી મોટી આશાઓ રહેલી છે. કારણ કે જો મેચ અને સીરીઝ જીતવી હશે તો સેલ્ફી ટીમને આજે બેટીંગ અને બોલીંગમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. જ્યારે સીરીઝમાં બની રહેવા માટે બ્રિલિયન્ટ ટીમને આજની મેચ જીતવી જરૂરી છે. જેને પગલે આજની મેચ બન્ને ટીમ માટે રોમાંચક બની રહેશે.

Tags
Show More

Related Articles