Ahmedabad SportsCity Sports

શક્તિ વોરીયર્સ ટીમે પ્રિંસ રોયલ્સને 110 રને હરાવ્યું

અમદાવાદ : અમદાવાદમાં વર્ષના છેલ્લા દિવસે શક્તિ વોરીયર્સ અને પ્રિંસ રોયલ્સ ટીમ વચ્ચે 10 – 10 ઓવરની મેચ રમાઇ હતી. જેમાં શક્તિ વોરીયર્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 110 રને મેચ પોતાના નામે કરી હતી. શક્તિ ટીમના પાવન ચાવડાએ અણનમ 83 રન અને શક્તિસિંહ ઝાલાએ આક્રમક 46 રન કર્યા હતા.

આ પહેલા શક્તિ વોરીયર્સ ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ કરી હતી. તમને જણાવી દઇએ કે આ મેચ માત્ર 10-10 ઓવરની રાખવામાં આવી હતી. શક્તિ વોરીયર્સે શાનદાર શરૂઆત કરતા ઓપનર પાવન ચાવડા અને શક્તિસિંહ ઝાલાએ આક્રમક બેટીંગ કરી હતી અને પહેલી વિકેટ માટે 98 રનની ભાગીદારી નોંધાવી હતી. 7.5 ઓવરમાં શક્તિસિંહ ઝાલા 23 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 46 રને આઉટ થયો હતો. જ્યારે પાવન ચાવડાએ આક્રમક બેટીંગ કરતા 35 બોલમાં 4 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી અણનમ 83 રન કર્યા હતા. આમ પુરી ટીમ 10 ઓવરમાં 2 વિકેટે 132 રન કર્યા હતા અને હરીફ ટીમને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જવાબમાં પ્રિંસ રોયલ્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રિંસ રોયલ્સના રાજને બાદ કરતા તમામ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. રાજે 4 બોલમાં 2 છગ્ગાની મદદથી 14 રન કર્યા હતા. પ્રિંસ રોયલ્સના ચાર ખેલાડીઓ 1 રને અને બે ખેલાડીઓ શુન્ય રને આઉટ થયા હતા. આમ પુરી ટીમ 20 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા. શક્તિ વોરીયર્સ ટીમના કિશન પિત્રોડા અને વિજય સોલંકીએ 2-2 વિકેટો ઝડપી હતી. આમ શક્તિ વોરીયર્સ ટીમે 110 રને મેચ પોતાના નામે કરી હતી.

Tags
Show More

Related Articles