Ahmedabad SportsCity Sports

અમદાવાદના શાન અમિન ગોલ્ફમાં જુનિયર ચેમ્પિયન બન્યો

અમદાવાદ (SportsDiary.in) : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કેન્સવિલે ક્લબ ગોલ્ફ ક્ષેત્રે ગ્રાસરૂટ કક્ષાએ કામ કરી રહ્યું છે. જેને પગલે કેન્સવિલે ક્લબ સમયાંતરે ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરતું આવ્યું છે. જેના ભાગ રૂપે હાલમાં જ જુનિયર ચેલેન્જના છઠ્ઠા ચરણની ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં શહેરના 16 જુનિયર ગોલ્ફરોએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. છોકરાઓના વર્ગમાં 107 પોઈન્ટ્સ સાથે સી કેટેગરીમાં શાન અમિને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જ્યારે 113 પોઈન્ટ્સ હાંસલ કરીને મિતાર્થ રાણાએ રનર-અપનું સ્થાન મેળવ્યું હતું. પાંચમાં ચરણમાં ડી કેટેગરીમાં રનર અપ રહેલાં અંશ જોબનપુત્રાએ શાનદાર ગોલ્ફ રમતા 98 પોઈન્ટ્સ સાથે કેટેગરીમાં વિજય મેળવ્યો હતો. જ્યારે જસક્રિત સિંઘ સંધુ 102 પોઈન્ટ્સ સાથે રનર અપ રહેવા પામ્યો હતો.

તો ઈ કેટેગરીમાં દેવવ્રત સિંઘ રાજાવતે 48ના સ્કોર સાથે ઉત્કૃષ્ટ રમત દાખવી વિજય હાંસલ કર્યો હતો, જ્યારે 57ના સ્કોર સાથે આરુષ શાહ રનર અપ રહ્યો હતો. રિવાન શાહ 74 પોઈન્ટ્સ સાથે એફ કેટેગરીમાં ટોચના સ્થાને રહ્યો હતો. છોકરીઓના વર્ગમાં નાઓમી વિભાકરે સતત ત્રીજી વખત ઈ કેટેગરીમાં 59 પોઈન્ટ્સ સાથે વિજયી ટ્રોફી હાંસલ કરી હતી. 61ના સ્કોર સાથે ટીયા શાહ રનર અપ રહી હતી, જ્યારે 104ના સ્કોર સાથે ડી કેટેગરીમાં ફરી ત્વિશા શાહ વિજેતા જાહેર થઈ હતી.

‘કેન્સવિલે જુનિયર ચેલેન્જ” એ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જુનિયર ગોલ્ફર્સને પ્રોત્સાહન અને તાલીમ આપવા માટે ખાસ આયોજન પર કાર્ય કરી રહ્યું છે. દર વર્ષે સમયાંતરે રમાતી આ ટુર્નામેન્ટમાં ડિસેમ્બર, 2018 સુધી વ્યક્તિગત ચેપ્ટર્સ દ્વારા જીતેલા પોઈન્ટ્સના માધ્યમથી તેમાં ભાગ લેનારા ખેલાડીઓની ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે અને તે પ્રમાણે ખેલાડીને રેન્ક અપવામાં આવશે.

Tags
Show More

Related Articles