Baroda SportsCity Sports

વિજય હજારે ઇલાઇટ ગ્રુપ: બીજા દિવસના અંતે શ્રેયસ એકેડેમીની 6 વિકેટે 110 રન, અંશ પટેલની 5 વિકેટ

વડોદરા : ગુજરાતના વડોદરા ખાતે અંડર 16 કેપ્ટન વિજય હજારે ઇલાઇટ ગ્રુપની ત્રણ દિવસીય મેચની શરૂઆત થઇ ચુકી છે. જેમાં બીજા દિવસની રમતના અંતે YSC ટીમ 351 રને ઓલ આઉટ થયા બાદ શ્રેયાસ એકેડેમીએ 6 વિકેટે 110 રન નોંધાવ્યા હતા. પહેલા દિવસે YSC અંડર 16 ટીમે પહેલા બેટીંગ કરતા દિવસના અંત સુધી 5 વિકેટે 234 રન કર્યા હતા.

 

પહેલા દિવસની રમતમાં YSC અંડર 16 ટીમે પહેલા બેટીંગ કરી હતી. જેમાં ટીમની શરૂઆત સારી રહી ન હતી. જેમાં લંચ સુધી 40 ઓવરમાં 87 રનના સ્કોર પર મહત્વની 4 વિકેટ પડી ગઇ હતી. જેના કારણે YSC અંડર 16 ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. જોકે ત્યાર બાદ તસમય બેદાડે અને પ્રુથ્વિરાજસિંહે બાજી સંભાળી હતી અને છટ્ઠી વિકેટ માટે 109 બોલમાં 50 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સમયે તસમયનો સ્કોર 31 રન અને પ્રુથ્વીરાજસિંહ 15 રને રમી રહ્યા હતા. આમ પહેલા દિવસના રમતના અંતે YSC અંડર 16 ટીમનો સ્કોર 5 વિકેટે 234 રન રહ્યો હતો. જેમાં તસમય બેદાડેના અણનમ 85* રન અને પ્રુથ્વીરાજસિંહના અણનમ 57* રને રહ્યો હતો.

 

બીજા દિવસની રમતની શરૂઆત સારી રહી હતી અને YSC ટીમના સ્ટાર તસમય બેદાડે અને પ્રુથ્વીરાજસિંહે શાનદાર રમત દાખવતા ટીમનો સ્કોર 300 ને પાર પહોચાડ્યો હતો. જોકે તસમય બેદાડે પોતાની સદી ચુકી ગયો હતો અને 94 રને અમીન ત્રીવેદીની ઓવરમાં બોલ્ડ થયો હતો. જ્યારે પ્રુથ્વીરાજસિંહ 10 ચોગ્ગાની મદદથી 105 રન કરી અનીલ ત્રીવેદીની ઓવરમાં આર્યમાનને કેચ આપી બેઠો હતો. આમ તસમય અને પ્રુથ્વીરાજસિંહ વચ્ચે 154 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ પુરી ટીમ 351 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. શ્રેયાસ એકેડેમી ટીમના આર્યન ઠક્કર અને અનીલ ત્રીવેદીએ 4-4 વિકેટો ઝડપી હતી. તો જય ચાવડાએ 2 વિકેટ ઝડપી હતી.

જવાબમાં મેદાન પર ઉતરેલી શ્રેયાસ એકેડેમી અંડર 16 ટીમની શરૂઆત સારી રહી ન હતી અને બીજા દિવસના અંતે અંશ પટેલના તરખાટ સામે શ્રેયસ એકેડેમી અંડર 16 ટીમની 6 વિકેટે માત્ર 110 રન જ કરી શકી હતી. ટીમ તરફથી અનીલ ત્રીવેદીએ સૌથી વધુ 40 રન કર્યા હતા. YSC અંડર 16 ટીમના અંશ પટેલે 5 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.

Tags
Show More

Related Articles