City SportsSurat Sports

ગુજરાતના ટેબલ ટેનીસ સ્ટાર માનવ અને માનુષની જોડીએ જીત્યો સિલ્વર મેડલ

અમદાવાદ : ગુજરાતના સ્ટાર ખેલાડીઓ માનવ ઠક્કર અને માનુષ શાહે જુનિયર સરકિટમાં તેમનો શાનદાર દેખાવ જારી રાખ્યો છે. ચેકોસ્લોવેકિયાના હોડોનિન ખાતે રમાતી 2018 ચેક જુનિયર અને કેડેટ ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની આ જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં માનવ અને માનુષનો ચીનની ડબલ્સની ટીમ ક્ષુ યિનંગબિન અને યૂ હેઈ સામે 12-14 8-11 11-9 11-13થી પરાજય થયો હતો. હજી ગયા મહિને જ વર્લ્ડ જુનિયર બોયઝમાં માનવ મોખરાના ક્રમે પહોંચનારો પ્રથમ ગુજરાતી ખેલાડી બન્યો હતો.

અગાઉ ટુર્નામેન્ટના ડ્રોમાં છેલ્લેથી બીજા રાઉન્ડમાં માનુષ ઉત્પલભાઈ શાહ અને માનવે ઇજિપ્તના યુસૂફ અબદેલ-અઝીઝ અને ઇટાલીના કાર્લો રોઝીની ત્રીજા ક્રમની જોડીને 13-11 11-8 11-7થી હરાવીને તેમના અભિયાનનો અંત આણ્યો હતો. ચીની જોડી સામે માનવ અને માનુષ માટે કપરા ચઢાણ હતા પરંતુ સેમિફાઇનલમાં ત્રીજા ક્રમની યુસુફ-કાર્લોની જોડી સામેનો તેમનો અપસેટ સર્જનારો વિજય પ્રશંસનીય રહ્યો હતો.

Photo Source : Sports Diary

 

વર્લ્ડ સરકિટમાં ગુજરાતે મજબૂત જોડી આપી છે. અત્રે એ યાદ કરાવવું ઉલ્લેખનીય છે કે માનવે અને માનુષે 2017 આઇટીટીએફ  વર્લ્ડ જુનિયર સરકિટ ઇન્ડિયા જુનિયર અને કેડેટ ઓપનમાં ભારત-એ ટીમના ગોલ્ડ મેડલ વિજેતા પ્રદર્શનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે 2017 સ્લોવેનિયા ઓપન અને કેડેટ ઓપનમાં ઓટોસેક ખાતે ડબલ ટાઇટલ જીત્યા હતા.

Photo Source : Sports Diary


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ વિપુલ મિત્રા (IAS) એ સિલ્વર મેડલ જીતવા બદલ બંને ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.

માનવના અને માનુષના પરિણામો આ પ્રમાણે:

પ્રથમ રાઉન્ડ : જીત્યા વિરુદ્ધ ડ્રેગોસ ફ્લોરિન/ઝામ્ફિર મિહાઈ (રોમાનિયા) 11-8 11-4 11-7.

પ્રિ ક્વાર્ટર ફાઇનલ : ગિરોડ ડોરિયન/ઓસિરો પેડ્રો (સ્વિડન)11-4 14-12 11-5.

ક્વાર્ટર ફાઇનલ : જીત્યા વિરુદ્ધ ડી નોડરેસ્ટ લીો/રોલેન્ડ જુલેસ (ફ્રાન્સ) 7-11 6-11 11-7 11-7 11-7.

સેમિફાઇનલ : જીત્યા વિરુદ્ધ યુસુફ અબદેલ અઝીઝ/કાર્લો રોઝી (ઇજિપ્ત/ઇટાલી)11-8 11-6 11-6

Tags
Show More

Related Articles