Ahmedabad SportsCity Sports

સ્ટેટ પાવરલિફ્ટિંગમાં અમદાવાદના સંતોષનો સિલ્વર મેડલ

ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ એસોસિયેશનના ઉપક્રમે તાજેતરમાં થલતેજ ખાતે યોજાયેલી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના સંતોષ જ્હાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

તેણે જુનિયર ગ્રૂપની 66 કિલોગ્રામ કેટેગરીમાં 337.5 કિલોગ્રામ વજન ઉંચકીને બીજો ક્રમ હાંસલ કર્યો હતો જેમાં સ્કોટમાં 110 કિ. ગ્રા., બેંચ પ્રેસમાં 82.5 કિ. ગ્રા. અને ડેડ લિફ્ટમાં 145 કિ. ગ્રા. વજનનો સમાવેશ થતો હતો.

Tags
Show More

Related Articles