Ahmedabad SportsCity SportsOther Cities Sports

પ્રી નેશનલ ટેબલ ટેનીસ કોચિંગ કેમ્પનો સોમવારથી પ્રારંભ

79મી નેશનલ સ્ટેટ ચૈમ્પિયશિપને ધ્યાને લઇને કેમ્પનું આયોજન કરાયું

દિલ્લી : 79મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનીસ ચેમ્પિયનશિપ 25થી 30 જાન્યુઆરી દરમિયાન રાંચી ખાતે યોજાનારી છે તે માટેના ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનની મેન્સ અને વિમેન્સ ટીમના પ્રિ નેશનલ કોચિંગ કેમ્પનો આઠમીથી પ્રારંભ થઈ રહ્યો છે જેમાં ભાવનગરનો દેવેશ કારિયા અને સુરતની ફ્રેનાઝ છિપીયા અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટીમની આગેવાની લેશે.

15 દિવસના આ કેમ્પનું આયોજન અમદાવાદ રેકેટ એકેડેમી ખાતે આઠથી 23મી જાન્યુઆરી દરમિયાન કરાશે. કારિયા ઉપરાંત ગુજરાતની મેન્સ ટીમમાં તાજેતરમાં જ સ્ટેટ ચેમ્પિયન બનેલા જલય મહેતા અને જિજ્ઞેશ જયસ્વાલનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત ટીમમાં ઇશાન હિંગોરાણી અને માનુષ શાહ જેવા ખેલાડી પણ રમશે.

હાલમાં પટિયાળા ખાતે ભારતીય ટીમના કેમ્પમાં ભાગ લઈ રહેલા માનુષ શાહનો તમામ ટીમમાં સમાવેશ કરાયો છે અને તે પહેલા તો કોલકાતા ખાતે જુનિયર ટીમ સાથે જોડાશે અને ત્યાર બાદ સિનિયર ચેમ્પિયનશિપ માટે રાંચી જશે.

ટીમો:

મેન્સ : દેવેશ કારિયા (ભાવનગર), જલય મહેતા (બરોડા), જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર), ઇશાન હિંગોરાણી (કચ્છ) અને માનુષ શાહ (બરોડા).

વિમેન્સ : ફ્રેનાઝ છિપીયા (સુરત), ફિલઝાહ કાદરી (સુરત), હેલી શાહ (અમદાવાદ), સંસ્કૃતિ માલપાણી (સુરત), ફાગુન ભટ્ટ (ભાવનગર).

યૂથ બોયઝ : માનુષ શાહ (બરોડા), ઇશાન હિંગોરાણી (કચ્છ), ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ), કૌશલ ભટ્ટ (ભાવનગર).

યૂથ ગર્લ્સ : ફિલઝાહ કાદરી (સુરત), સંસ્કૃતિ માલપાણી (સુરત), નામના જયસ્વાલ (ભાવનગર), કૌશા ભૈરપૂરે (અમદાવાદ).

જુનિયર બોયઝ : માનુષ શાહ (બરોડા), ઇશાન હિંગોરાણી (કચ્છ), કૌશલ ભટ્ટ (ભાવનગર), ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ).

જુનિયર ગર્લ્સ : ફિલઝાહ કાદરી (સુરત), કૌશા ભૈરપૂરે (અમદાવાદ), ફાગુન ભટ્ટ (ભાવનગર), સંસ્કૃતિ માલપાણી (સુરત).

કોચ:
જુનિયર ટીમ : નિલય વ્યાસ (અમદાવાદ),
યૂથ ટીમ : અંકુર જોશી (એસએજી).
સિનિયર ટીમ : ભૌમિક ઓઝા (એસએજી), ઝીના છિપીયા (અમદાવાદ).

Tags
Show More

Related Articles