City SportsSurat Sports

સુરતના 217 લોકોએ 72,719 કિમી સાઇકલ ચલાવી

22 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધી 1 મહિના માટે ‘વ્હીકલ ફ્રી મંથ’ ની ઉજવણી કરવામાં આવી હતી

Surat (SportsDiary.in) : સાઇકલ ચલાવવી એ આજ કાલ એક ફેશન બનતી જાય છે. કોરોના કાળમાં લોકડાઉન બાદથી દેશના મોટાભાગના શહેરોમાં સાઇકલ ચલાવવાની સંખ્યા વધી રહી છે. પણ ગુજરાતના સુરત (Surat) શહેરમાં ‘સુરત સાઇકલિસ્ટ ગ્રુપ’ (Surat Cyclist Group) ના સભ્યોએ એક બીડુ ઉપાડ્યું છે કે શહેરના મોટાભાગના લોક સાઇકલ ચલાવવાને જીવનમાં પોતાનો એક ભાગ બનાવી લે. આ એક સુંદર કાર્યને સુરત કોર્પોરેશને પણ આ ગ્રુપને સાથ આપ્યો છે અને લોકોએ પણ તેમના આ સાહસને વધાવી રહ્યા છે.

217 લોકોએ સાઇકલ ફોર વર્ક અભિયાનમાં 72,719 કિમી સાઇકલ ચલાવી
સુરત શહેરમાં સુરત સાઇકલ ગ્રુપ (Surat Cyclist Group) અને સુરત કોર્પોરેશન દ્વારા ‘સાઇકલ ફોર ચેન્જ’ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સાઇકલ ફોર વર્ક હેઠળ 22 સપ્ટેમ્બર 2020 થી અભિયાન શરૂ કર્યું છે. જેમાં અત્યાર સુધી શહેરના કુલ 217 લોકો જોડાયા છે અને તેમણે તેમના રોજીંદા જીવનમાં કોઇ પણ કામ માટે વાહનને બદલે સાઇકલ ચલાવવાની શપથ લીધી છે. સુરત સાઇકલ ગ્રુપના જણાવ્યા અનુસાર શહેરના સાઇકલ ફોર વર્ક અભિયાન હેઠળ 217 લોકોએ અત્યાર સુધી 72,719 કિમી સાઇકલ ચલાવી છે.

સહકારી બેન્કો નીચા દરે સાઇકલ માટે લોન આપવા વિચારણા
સુરત સાઇકલ ગ્રુપના આ ઉમદા સાહસને જોઇને શહેરની ઘણી બેન્કોએ શહેરની જનતા માટે એક નવો રસ્તો બનાવી રહી છે. શહેરીજનોને સાઇકલ ચલાવવા માટે વધુ પ્રેરણા મળી રહે તે માટે બેન્કો નીચા દરે સાઇકલ લોન આપવા વિચારી રહી છે. આ પગલે શહેરની સહકારી બેન્કો ટુંક સમયમાં આ અંગે કોઇ જાહેરાત કરી શકે છે.

સુરત સાઇકલિસ્ટ ગ્રુપે થોડા સમય પહેલા કાર ફ્રિ મહિના માટે એક રજીસ્ટ્રેશન લિંક જાહેર કરવામાં આવી હતી. જેમાં 217 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આ 217 લોકો પોતાના રોજીંદા કોઇ પણ કામ માટે પછી તે ઓફિસ જવાનું હોય કે કોઇ સામાન લેવા જવાનું હોય, વાહનને બદલે સાઇકલનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો : હિમાલયન કાર રેસર તરીકે વિશ્વમાં જાણીતા બનેલા ગુજરાતના ભરત દવેનું નિધન

‘કાર ફ્રિ યર’ નું પણ અભિયાન ચલાવી રહ્યા છે
સુરત સાઇકલિસ્ટ ગ્રુપ (Surat Cyclist Group) દ્વારા ‘કાર ફ્રિ યર’ નું પણ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં લોકોએ વર્ષ દરમ્યાન 151 દિવસ કોઇ પણ કામ માટે સાઇકલનો ઉપયોગ કરવાનો રહેશે.

Author: Riti Pandya

Tags
Show More

Related Articles