Ahmedabad SportsCity Sports

અમદાવાદની સ્વસ્તિક સ્કુલે ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 કાંસ્ય પદક જીત્યા

12 ઓક્ટોબર, (SportsDiary.in), ગાંધીનગર : ગાંધીનગરમાં હાલમાં જ ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ ચેમ્પિયનશિપમાં મોટેરાની સ્વસ્તિક સ્કુલે 6 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 5 કાંસ્ય પદક જીતી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સ્વસ્તિક સ્કુલના હેમા કડોતી, દિયા ચાવડા, આસ્થા સિંહ, નક્સી વોરા, રીધમ પટેલ અને નિરવ પટેલે ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો હતો. જ્યારે વ્રજપાલ ડાભી, રાહીલ ચૌહણ, કાવ્યા રામી, તૃષા પંડ્યા, રીયા જોષી, ભવિષ્ય વાઘેલા, રોહન મિશ્રા અને વેદાંત દુબેએ સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો. તો જયમીન સરવૈયા, દેવ પંડ્યા, ગુરવિક પટેલ, સિદ્ધાંત જાહ અન વત્સલ ઠક્કરે કાંસ્ય પદક પર કબ્જો કર્યો હતો.

 

 

ગુજરાતના તમામ લોકલ સ્પોર્ટસના સમાચારો મેળવવા માટે www.SportsDiary.in પર Subscribe કરો.

Tags
Show More

Related Articles