table tennis news

 • રવિવારથી આણંદમાં શરૂ થતી ચોથી સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં તમામની નજર ભાવનગરના જિજ્ઞેન જયસ્વાલ પર રહેશે

  11 ઓગષ્ટ, (SportsDiary.in), ભાવનગર : ભાવનગરના જિજ્ઞેશ જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની ટેબલ ટેનીસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.…

  Read More »
 • કોઇમ્બતુરમાં રમાયેલી આંતર સ્થાનીક ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ગુજરાતના હરમીત દેશાઇ અને માનવ ઠક્કર ઝળક્યા

  8 ઓગષ્ટ, (SportsDiary.in), અમદાવાદ : ટેબલ ટેનીસની રમતમાં ગુજરાતના ખેલાડીઓ ધીમે ધીમે વિવિધ કક્ષાની ટુર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.…

  Read More »
 • આજથી વડોદરામાં ત્રીજી ગુજરાત સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે

  26 જુલાઇ, (SportsDiary.in), વડોદરા : વડોદરા ખાતે આવેલા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ગેઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી…

  Read More »
 • ખેલો ઇન્ડિયામાં ટેબલ ટેનીસના ગુજરાતની એક મહિલા સહીત પાંચ ખેલાડીઓની પસંદગી થઇ

  23 જુલાઇ, (SportsDiary.in), અમદાવાદ : ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા…

  Read More »
 • રાષ્ટ્રીય કક્ષાની રમતમાં જુનિયર બોયઝના ટાઇટલ પર ગુજરાતના માનુષ શાહે કબ્જો કર્યો

  10 જુલાઇ, (SportsDiary.in) અમદાવાદ : હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહેલા ગુજરાતના માનુષ શાહે પંચકૂલામાં તાઉ દેવી લાલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી…

  Read More »
 • ધૈર્ય સંઘર્ષપુર્ણ મુકાબલા બાદ ત્રીજા ક્રમે પહોચ્યો તો હિમાંશ-ભુમીએ કેડેટ ટાઇટલ જીત્યું

  30 જુન, (SportsDiary.in), અમદાવાદ : ગોધરામાં ચાલી રહેલી બીજી સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ચોથા ક્રમના અમદાવાદના ધૈર્ય પરમારે સૌથી…

  Read More »
 • આજથી ગોધરામાં શરૂ થતી સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં તમામની નજર

  26 જુન, (SportsDiary.in), અમદાવાદ : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનની બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મંગળવારથી Godhara ખાતે પ્રારંભ થઈરહ્યો છે ત્યારે કેટલાક રસપ્રદ મુકાબલાની સંભાવના છે. જેમાં વિમેન્સ સ્ટેટ ચેમ્પિયન ફ્રેનાઝ છિપિયા અને અનુભવી તથા તાજેતરમાં જ પુનરાગમન કરનારીદિવ્યા ગોહીલ મોખરે છે. સુરતની મોખરાના ક્રમની ફ્રેનાઝ છિપિયાએ સિઝનની પ્રથમ ટુર્નામેન્ટ જીતી હતી જ્યાં તેણે બીજા ક્રમની અને તેના જ શહેરની ફિલઝાહ ફાતીમા કાદરીનેહરાવી હતી. આ વખતે ફિલઝાહ આ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ ગુમાવશે કેમ કે તેને ઇન્દોર ખાતે ખેલો ઇન્ડિયાના ટ્રાયલ્સ માટે પસંદ કરવામાં આવી છે. બીજી તરફ ભૂતપૂર્વ ચેમ્પિયન દિવ્યા ગોહીલ વિરામ બાદ પરત ફરી છે. સુરત ખાતેની પ્રારંભિક ટુર્નામેન્ટમાં બિનક્રમાંકિત દિવ્યા ક્વોલિફાઈંગ રાઉન્ડમાંજીતીને સેમિફાઇનલ સુધી પહોંચી હતી. જ્યાં તેનો ફિલઝાહ સામે પરાજય થયો હતો. ગોધરા ખાતે દિવ્યા તેની પ્રતિષ્ઠા મુજબનો દેખાવ કરવા આતુર છે. દરમિયાન મેન્સ સિંગલ્સ વિભાગમાં માનુષ શાહ પણ ગેરહાજર રહેશે કેમ કે તે પણ ખેલો ઇન્ડિયાના ટ્રાયલ્સમાં ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત ઇશાનહિંગોરાણી, કૌશલ ભટ્ટ અને ચિત્રાક્ષ ભટ્ટ પણ માનુષની સાથે ખેલો ઇન્ડિયા માટે ઇન્દોર જનારા છે. ડાબોડી ખેલાડી માનુષની ગેરહાજરીમાં અન્ય કેટલાક ખેલાડી માટે સફળતાના દ્વાર ખૂલી ગયા છે. યુવાન ખેલાડી ધૈર્ય પરમાર સુરતમાં મેન્સ સિંગલ્સમાંસેમિફાઇનલ સુધી રમ્યો હતો. તે હવે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીતવા આતુર છે. જોકે તેને અનુભવી જિજ્ઞેશ જયસ્વાલ, મહિપાલસિંહ ગોહીલ, ધરમરાજ રાણા અને કેવલ મકવાણાનો સામનો કરવાનો છે. મેન્સ વિભાગમાં ગઈ વખતનાચેમ્પિયન જલય મહેતાએ નામ પરત ખેંચી લેતા અન્ય માટે માર્ગ આસાન બની ગયો છે. માનુષ અને ઇશાન ખેલો ઇન્ડિયા માટે પસંદગી પામી છે. જ્યારે જલય મહેતા આ વર્ષે ઓગષ્ટમાં રમાનાર સંસ્થાકિય…

  Read More »
 • ખેલો ઇન્ડિયા સ્કોરલશિપ ટ્રાયલ માટે ગુજરાતના પાંચ ખેલાડીઓની પસંદગી

  22 જુન, (SportsDiary.in), અમદાવાદ : ગુજરાતમાં રમત ક્ષેત્રે ઘણા ખેલાડીઓ પોતાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવળ કરતા ગયા છે. ત્યારે સુરતના…

  Read More »
 • સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં માનુષે યુથ બોયઝનું ટાઇટલ જીત્યું

  15 જુન, (SportsDiary.in), સુરત : હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા વડોદરાના માનુષ શાહે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યા બાદ યૂથ બોયઝ ટાઇટલ પણજીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. અહીંના સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે રમાયેલી સ્વ. ભરત વી. જરીવાલા મેમોરિયલ પ્રથમ ગુજરાત State Ranking ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2018માં માનુષ શાહ છવાઈ ગયો હતો. ત્રીજા ક્રમની અમદાવાદની કૌશા ભૈરપુરેએ સ્થાનિક ખેલાડી અને મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને રોમાંચક ફાઇનલમાંહરાવીને યૂથ ગર્લ્સ ટ્રોફી જીતી લીધી હતી. યૂથ બોયઝ ફાઇનલમાં ડાબેરી ખેલાડી માનુષનો મુકાબલો બીજા ક્રમના કચ્છના ઇશાન હિંગોરાણી સામે હતો. થોડા કલાક અગાઉ જમેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન બનેલો માનુષ તેના હરીફ સામે મજબૂત પુરવાર થયો હતો. વારંવાર ઇન્ડિયા કેમ્પમાં સ્થાન હાંસલ કરનારામાનુષે તેના અસરકારક હાઇ ટોસ બેકહેન્ડ સર્વિસથી ઇશાનને મહાત કર્યો હતો. માનુષે સમગ્ર મેચમાં તેની સર્વિસમાં માત્ર આઠ પોઇન્ટગુમાવ્યા હતા. માનુષે ઇશાનને ખાસ તક આપી ન હતી. તેણે શોર્ટ રેલી જાળવી રાખી હતી. આ ઉપરાંત ઇશાન દબાણ હેઠળ જણાતો હતો. માનુષેપોતાનું વર્ચસ્વ જાળવી રાખીને 12‑10,11‑8, 11‑6 અને 11‑3 થી મેચ જીતી લીધી હતી. માનુષ હવે ત્રેવડી સિદ્ધિને આરે આવી ગયો છે કેમ કેતેણે જુનિયર બોયઝની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. બીજી તરફ કૌશાએ અપસેટ સર્જીને ફિલઝાહ ફાતીમા કાદરીને તેના ઘરઆંગણાના પ્રેક્ષકો સામે જ હરાવી હતી. કૌશાએ કેટલાક શાનદારડાઇન ધ લાઇન શોટ રમ્યા હતા અને ટોપ સ્પિન સર્વિસ દ્વારા સીધા સેટમાં 11-9, 11-8, 13-11, 11-7 થી જીત મેળવી હતી. ફિલઝાહમાટે આ બીજું રનર્સ અપ ટાઇટલ હતું કેમ કે તે વિમેન્સની ફાઇનલમાં ફ્રેનાઝ છિપિયા સામે હારી ગઈ હતી.

  Read More »
 • સ્ટેટ રેકિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના માનુષ શાહે પહેલુ ટાઇટલ તો સુરતની જ ફ્રેનાઝ ચેમ્પિયન બની

  15 જુન, (SportsDiary.in), સુરત : સુરતમાં રમાયેલી સ્વ. ભરત વી. જરીવાલા મેમોરિયલ સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં વડોદરાના માનુષ શાહે પોતાનું પહેલી સ્ટેટ ટાઇટલ જીત્યું હતું. જ્યારે…

  Read More »