City SportsOther Cities Sports

ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીમાં 7 જુને પહેલો પદવિદાન સમારોહ યોજાશે

6 જુન, (SportsDiary.in), ગાંધીનગર : ગુજરાત છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટસ ક્ષેત્રે આગળ આવતું રહ્યું છે. ત્યારે ગુજરાતની પહેલી સ્પોર્ટસ યુનિવર્સીટી Swarnim Gujarat Sports University છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. ત્યારે આ સ્પોર્ટસ યુનિવર્સીટીનો પહેલો પદવિદાન સમારોહ 7 જુનના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાશે. જેમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના ચેરમેન વી. પી. પટેલ સમારંભમાં અધ્યક્ષપદ સંભાળશે. સમારોહ મહાત્મા મંદિર ખાતે સવારે 9:45 વાગ્યે શરૂ થશે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જતિન સોનીના જણાવ્યા અનુસાર શારીરિક શિક્ષણ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને ટેકનોલોજી, સાહસિક રમતો અને યુવા પ્રવૃત્તિઓ, હેલ્થ એન્ડ એપ્લાઇડ સ્પોર્ટ્સ સાયન્સ જેવા વિવિધ ફેકલ્ટીઓમાંથી ડિગ્રી અને ડિપ્લોમાના 579 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. શારીરિક શિક્ષણમાં 14 વિદ્યાર્થીઓ (08 બહેનો અને 6 ભાઇઓ) પીએચ.ડી.ની ડિગ્રી અને 7 વિદ્યાર્થીઓને એમ.ફીલની ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ પદવીદાન મહાનુભાવોના આગમન, શૈક્ષણિક રેલી, દિપ પ્રાગટ્ય, યુનિવર્સિટી ગીત, કુલપતિ ડૉ. જતિન સોની દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન, ડિગ્રી એનાયત, યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ચેરમેન વી. પી. પટેલ દ્વારા દિક્ષાંત પ્રવચન અને રમતગમત મંત્રીશ્રીનું પ્રવચન રહેશે. ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ અને દેશની ત્રીજી રમતગમત યુનિવર્સિટી છે, જે રાજ્યમાં રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓને ઉચ્ચક્ષેત્રે પ્રદર્શન કરવા માટે તેમ જ શ્રેષ્ઠતમ આંક પ્રાપ્ત કરવા માટે પ્રદાન કરી રહી છે. આ યુનિવર્સિટીનું વિશાળ બિલ્ડીંગ વડોદરા જિલ્લાના ડેસર ખાતે હાલમાં નિર્માણ પામી રહ્યું છે.

Tags
Show More

Related Articles