Ahmedabad SportsBaroda SportsCity SportsOther Cities SportsRajkot SportsSurat Sports

કોરોનાના કહેર વચ્ચે ઘરે રહીને ફિટ રહેવા માટે આ એક્સરસાઇઝ કરો

Surat (SprotsDiary.in) : વિશ્વભરમાં હાલ કોરોના વાયરસનો કહેર ફેલાઇ રહ્યો છે. જેને પગલે સરકારે દેશભરમાં 14 એપ્રિલ સુધી સંપુર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે આ માહામારીને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગ રૂપે ગુજરાતના સુરત શહેરમાં ફિટનેસ એક્સપર્ટ (Exercise Tips) દીપક મોરેએ ગુજરાતના જાણીતા અખબાર દિવ્યભાસ્કર સાથે વાત કરતા શહેરના લોકોને અને SportsDiary.in ના માધ્યમથી ઘરે રહેનાર દરેક ગુજરાતીઓ માટે સારા સ્વાસ્થ્ય (Exercise Tips) માટે સુંદર વિકલ્પ બતાવ્યો છે.

હાલ દેશભરમાં જિમ બંધ છે. ત્યારે આવી સ્થિતિમાં લોકો ઘરે કઇ રીતે એક્સરસાઇઝ કરે અને પોતાને ફિટ રાખી શકે તેમજ પોતાની ઇન્યુનને કઇ એક્સરસાઇઝથી વધારી શકાય તે આજે SportsDiary.in તમને જણાવશે.

દરરોજ વર્કઆઉટ કરીને ઇમ્યુન સિસ્ટમને મજબુત કરી શકાય છે
ફિટનેસ એક્સપર્ટ દીપક મોરે ઘરે ફક્ટ 30 થી 40 મિનિટ કઇ એક્સરસાઝ કરવાથી ફિટ રહી શકાય તે જણાવશે. કોરોના અટેકથી બચવા માટે હેલ્ધી ફુડ, પર્સનલ હાઇઝીનની સાથે ઇમ્યુન પાવર પણ મજબુત રહે તે ખુબ જ જરૂરી છે. દરરોજ વર્કઆઉટ કરી ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવી શકાય છે.

ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે તમારે રેજિસ્ટેંટ ટ્યુબથી એક્સરસાઇઝ દરરોજ કરો. જો તમારી પાસે એ નથી તો સ્ક્વોટ, પુષઅપ, માઉન્ટેન ક્લાઇમ્બર, ક્રેંચેસ, પ્લંક, સ્કિંપિંગ, જિમ્પિંગ જૈક, સ્ટેર્સ, બર્પી, સ્ટ્રેચિંગ જેવી કસરતો પણ કરી શકો છો. રેજિસ્ટેન્સ ટ્યુબથી વર્ક આઉટ કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

રેજિસ્ટેન્સ ટ્યુબથી બોડીના દરેક ભાગની સારી એક્સરસાઇઝ થાય છે

Resistance Tube Exercise (PC : Google)

પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે રેજિસ્ટેન્સ ટ્યુબની એક્સરસાઇઝથી ખુબ ફાયદા થાય છે. આ એક ઇલેસ્ટિક છે જેમાં એખ ભાગને ફસાવીને બીજા ભાગને ખેંચવામાં આવે છે. તેને પગ નીચે મુકી અથવા સોફા અને પલંગમાં ફસાવી પોતાની તરફ ખેંચીને છોડવાથી આપણી બોડીના દરેક ભાગની કસરત થઇ જાય છે. એના લીધે બ્રીધિંગ એક્સરસાઇઝ પણ થાય છે.

ક્રિસ ક્રોસ કઇ રીતે કરાય તે જાણો

Kris Kross Exercise (PC : Google)

આ એક્સરસાઇઝ ખુબ જ સરળ છે. આ કરવાથી આપણું આર્મફેટ ખુબ જ ઝડપી ઘટે છે. આ એક્સરસાઇઝ કરવા માટે સીધું સુઇ જાવ અને બંને હાથોને સાઇડમાં ફેલાવો. હવે બંને હાથોને એક સાથે સામેની તરફ રાખી ક્રોસ પોઝિશનમાં રાખો. ફરીથી હાથોને રીટર્ન લઇ જાવ. આ એક કાતર જેવી પોઝીશન હોય છે. આ દરરોજ 30 સેકન્ડના બ્રેક સાથે 20 વખત આ એક્સરસાઇઝ કરવી જોઇએ.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાએ હોર્સ રાઇડિંગનો વીડિયો કર્યો શેર : લખ્યું – ‘મારો ઓલ ટાઇમ ફેવરીટ’

પુશઅપ કઇ રીતે કરાય તે જાણો

Push Up Exercise (PC : Google)

બોડીની સ્ટ્રેન્થને વધારવા માટે પુશઅપ એક સારી કસરત છે. દરરોજ પુશઅપ કરવાથી શરીરમાં તાકાત વધે છે. એ સાથે જ ફ્લેક્સિબિલિટી આવે છે. આટલું જ નહીં કેલેરી પણ બર્ન થાય છે અને ટેસ્ટોસ્ટેરોન લેવલ પણ વધે છે.

Tags
Show More

Related Articles