Baroda SportsCity SportsUncategorized

આજથી વડોદરામાં ત્રીજી ગુજરાત સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે

26 જુલાઇ, (SportsDiary.in), વડોદરા : વડોદરા ખાતે આવેલા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ગેઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં સુરતના ધરમરાજ રાણા અને સ્થાનિક ખેલાડી જલય મહેતા પર સૌની નજર રહેશે.  ધરમરાજ રાણાએ ગયા મહિને ગોધરા ખાતે બીજી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં પોતાની કારકિર્દીનું પ્રથમ મેન્સ ટાઇટલ જીત્યું હતું જ્યારે જલય મહેતા આ સિઝનમાં એકેય ટાઇટલ જીતી શક્યો નથી. ગોધરા ખાતે યોજાયેલી બીજી સ્ટેટ રેન્કિંગમાં માનુષ શાહ, કૌશલ ભટ્ટ અને ઇશાન હિંગોરાણી જેવા ખેલાડી રમી શક્યા ન હતા કેમ કે તેઓ ખેલો ઇન્ડિયાના કેમ્પમાં હતા જ્યારે જલય મહેતા તેની સંસ્થા માટે બહાર હતો.

Photo Source : SportsDiary.in

માનુષ શાહની ગેરહાજરીમાં ડિફેન્ડિંગ સ્ટેટ ચેમ્પિયન જલય મહેતા ઘરઆંગમાના પ્રેક્ષકોના સપોર્ટથી 2018ની સિઝનનું પ્રથમ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. જોકે આ ઉપરાંત પણ જલય પોતાની પાસેથી ઘણી અપેક્ષા રાખશે. સુરત ખાતે સિઝનની પ્રથમ ટુર્નામેન્ટમાં તે ફાઇનલમાંથી બહાર થઈ ગયો હતો તો ગોધરામાં તે રમી શક્યો ન હતો.

નેશનલ્સમાં રમતો હોવાથી માનુષ આ વખતે પણ ભાગ લઈ શકવાનો નથી ત્યારે તેની ગેરહાજરીમાં ભાવનગરના અનુભવી જિજ્ઞેશ જયસ્વાલ અને કચ્છના યુવાન અને પ્રતિભાશાળી ઇસાન હિંગોરાણી તથા અમદાવાદના ધૈર્ય પરમાર પાસે સારી તક રહેલી છે. દરમિયાન વિમેન્સ વિભાગમાં સ્ટેટ ચેમ્પિયન ફ્રેનાઝ છિપીયા પાસે આ વખતે પણ આસાન તક રહેલી છે. ગયા મહિને ગોધરામાં અનુભવી ખેલાડી અને એક બાળકની માતા દિવ્યા ગોહીલે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ ત્યાં ફ્રેનાઝે માત્ર 40 મિનિટમાં જ સીધા સેટમાં તેને હરાવી દીધી હતી.

Photo Source : SportsDiary.in

યૂથ વિભાગ વધુ રોમાંચક બની રહેશે કેમ કે ઇશાન, કૌશલ ભટ્ટ અને ચિત્રાક્ષ ભટ્ટે આ વિભાગને સ્પર્ધાત્મક બનાવી દીધો છે. ધૈર્ય પરમાર તેનું સ્થાન વધુ મજબૂત કરવા આતુર રહેશે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં અલગ અલગ દસ કેટેગરીમાં 500થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે.  ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા માટે આ બમણી ખુશીનો મોકો છે કારણકે તેઓ એસોસિએશનનું ૪૦મું  વર્ષ ઉજવી રહ્યા છે અને આ વખતે આવેલી એન્ટ્રીઓએ પણ 800 નો આંક પાર કર્યો છે.

ગુજરાતમાં થનારા તમામ લોકલ સ્પોર્ટસની અપડેટ મેળવવા માટે Subscribe કરો : www.sportsdiary.in

Tags
Show More

Related Articles