City SportsRajkot Sports

જાણો, ક્યા રણજી ક્રિકેટના સુકાનીએ ક્રિકેટને અલવિદા કહ્યું

5 ડિસેમ્બર, (SportsDiary.in), રાજકોટ :  ક્રિકેટ જગતમાં હાલ નિવૃતીની સીઝન ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. ચાલુ મહિને પાકિસ્તાનના ક્રિકેટર હફીજ, ભારતના દિગ્ગજ ગૌતમ ગંભીર અને હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના સુકાની જયદેવ શાહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. આવતીકાલે ગુરૂવારે પોતાના હોમ ગ્રાઉન્ડમાં કર્ણાટક સામે શરૂ થનારી રણજી ટ્રોફીની મેચ તેની કારકિર્દીની અંતિમ મેચ બની રહેશે. મહત્વનું છે કે, જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને બીસીસીઆઈના સચિવ નિરંજન શાહનો પુત્ર છે. હવે સૌરાષ્ટ્ર ટીમની કમાન કોણ સંભાળશે તેની જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આગામી દિવસોમાં કરશે.

110 ફર્સ્ટ ક્લાસ મેચમાં સુકાની પદ સંભાળ્યું
35 વર્ષીય જયદેવ શાહે વર્ષ 2002/03મા પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી હતી. તે છેલ્લા 16 વર્ષથી સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમી રહ્યો છે. તે આવતીકાલે પોતાના કરિયરની 120મી ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. તેણે અત્યાર સુધી 110 મેચમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું છે, જે પણ એક રેકોર્ડ છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રનો આ બેટ્સમેન ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. આઈપીએલની બીજી સિઝનમાં તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી પર્દાપણ કર્યું હતું, પરંતુ તેજ તેના આઈપીએલ કરિયરની અંતિમ મેચ બની ગઈ હતી.

જયદેવ શાહની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી (2012-13 અને 2015-16)માં ઉપ વિજેતા રહી છે અને બે વખત ટીમે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેની આગેવાનીમાં સૌરાષ્ટ્રે 2007/08માં વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.

જયદેવ શાહની ક્રિકેટ કારકિર્દી
ફર્સ્ટ ક્લાસ
મેચ   ઈનિંગ       રન   એવરેજ
119  186       5253 29.67

લિસ્ટ એ

મેચ   ઈનિંગ       રન   એવરેજ
65   64        1277 20.26

Tags
Show More

Related Articles