Baroda SportsCity Sports

Vadodara : ખેલ મહાકુંભમાં સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં શહેરના 17 ખેલાડીઓ વિજેતા

Vadodara (SportsDiary.in) : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વડોદરા (Vadodara) શહેરમાં ખેલ મહાકુંભ 2019 સ્કેટિંગ (Skating) ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કેટિંગ સ્પર્ધામાં વિવિધ શાળાનાં સ્કેટર્સે ભાગ લીધો હતો. જેમાં બરોડા સ્કેટર્સ એસોસિએશનનાં સ્કેટર્સે પણ ભાગ લીધો હતો. જેમાં અંડર-11 વયજૂથમાં આરુશ અગ્રવાલ, નમન કુમાર અને ટ્વિન્કલ વસાવા, ક્રિશા રાણા, વિરા જયસ્વાલ, વિયોના જૈન, અને સુઝાન પઠાન વિજેતા રહ્યા હતા. અંડર-14 વયજૂથમાં પ્રથમ પટેલ, દિવ્યાતા પંડ્યા, નંદીની જવેરી, નિષ્કા શાહ, કશ્વી લોઢીયા વિજેતા રહ્યા હતા. અને અંડર-17 વયજૂથમાં દેવ ઉપાધ્યાય, પ્રિયાંશી વાઘેલા તેમજ અબોવ-17 વયજૂથમાં કનિષ્ક પરિખ, પર્વ પરીખ અને અનુષ્કા શાહે જીત મેળવી હતી. ખેલાડીઓએ સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્કેટિંગ ખેલાડીઓ કોચ વિનોદ ઠાકોર પાસે તાલીમ મેળવે છે.

150થી વધુ સ્કેટર્સનો શ્રેષ્ઠ દેખાવ
ડિસ્ટ્રીક્ટ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં શહેરનાં 150થી વધુ સ્કેટર્સે ભાગ લીધો હતો. જેમાં સ્કેટર્સે સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી અવલ્લ રહ્યા હતા.

ટેકવાન્ડો સ્પર્ધામાં પ્રિશા પટેલ અને આયુશી શાહ ચેમ્પિયન બન્યા
વડોદરા જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ રમતો વિવિધ સ્થળોએ આયોજિત કરાઇ છે. તેમાં ટેકવોન્ડો સ્પર્ધામાં બરોડા પબ્લિક સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમાંકે પ્રિશા પટેલ અને આયુશી શાહ વિજેતા રહ્યા હતા. દ્વિતિય ક્રમાંકે માહી મહેતા અને રીતુ સો અને વ્રજ શાહ, મોક્સ પટેલે વિજય મેળવ્યો હતો. તેમજ તૃતીય ક્રમાંકે યશ વિસપૂરે, જ્યોતિ મુરમુ, રિતીક પરમાર, રીતુ ત્યાગીએ વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ખેલાડીઓને સેનસાઇ રાકેશ યાદવ દ્વારા તાલીમ અપાઇ હતી.

Tags
Show More

Related Articles