Ahmedabad SportsCity Sports

74 સાઈકલિસ્ટોની 74 કિ.મી. ની રાઇડ, ફિટ રહેવા આપ્યો સંદેશો

Ahmedabad (SportsDiary.in) : કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદીઓ (Cyclist) ફીટ રહેવા માટે અનેક રસ્તાઓ શોધી રહ્યા છે. જેમાં સાઇકલિંગનો ટ્રેંડ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વધુને વધુ લોકો સાઇકલ ચલાવે તે હેતુથી અમદાવાદના બે યંગસ્ટર્સ ગ્રુંપે 15 ઓગસ્ટના રોજ સાઇકલ ચલાવીને ફિટ રહેવાનો લોકોને મેસેજ આપ્યો હતો. કારણ કે શહેરના રસ્તાઓ વધુ પડતા વાહનોથી ટ્રાફિક મુક્ત બનાવવા માટે આવનારા સમયમાં સાઇકલિંગનો સહારો જરૂરી છે. કોરોના વાયરસ બાદ બહારના દેશોમાં પણ સાઇકલિંગનો ટ્રેંડ વધી રહ્યો છે.

મહિલાઓની 74 કિમીની સાઇકલ રાઇડ
સિમ્બાલિયન સાઇકલિંગ કોમ્યુનિટી અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા 74 સાઇકલિસ્ટો (Cyclist) એ 74 કિ. મી. ની સાઇકલ રાઇડનું આયોજન કર્યું હતું. આ રાઇડ ગોટિયા ગાર્ડનથી નર્મદા કેનાલ, જ્ઞાનદાન હાઇસ્કુલ પહોંચી હતી. આ સાઇક્લિસ્ટમાં 18 જેટલી મહિલા સાઇકલિસ્ટોએ પણ ભાગ લીધો હતો. જ્યારે વિશ્વભરમાંથી 1400 થી 1500 જેટલા લોકોએ વર્ચ્યુઅલી સાઇક્લોથોન તેમજ વોકાથોનમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Video: ક્રિકેટ ફરી શરૂ થવા પર ફાસ્ટ બોલરોએ વધુ ધ્યાન રાખવું પડશે : ઇરફાન પઠાણ

સાઇકલ ચલાવી ફિટ રહેવાનો મેસેજ આપ્યો
માય બાઇક અને ગ્લોબલ શેપર્સ દ્વારા અમદાવાદથી થોળ સુધી યોજાયેલી સાઇકલિંગ એ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આ મેસેજ સાથે સાઇકલિંગના અન્ય શુ ફાયદાઓ છે તે પણ લોકોને સમજાવ્યા હતા.

Tags
Show More

Related Articles