Ahmedabad SportsBaroda SportsCity Sports

ગુજરાતના આ 2 ક્રિકેટરોની સમાજમાં છબી સારી પરંતુ પરીવારમાં તાલમેલ મેળવવામાં નિષ્ફળ

આ બન્ને ક્રિકેટરોથી વિપરીત ઇરફાન પઠાણનો પરીવાર સફળતા પચાવવામાં સફળ રહ્યો

અમદાવાદ : હિંદુ સંસ્કૃતિમાં “વસુધૈવ કુટુંબકમ” એટલે કે સંયુક્ત કુટુંબની ભાવનાને જે મહત્વ આપવામાં આવ્યું છે તે આજના કળયુગમાં સાર્થક થતી જોવા મળતી નથી. દુનીયામાં આજનો સમય એવો છે કે પ્રાણીઓ પર ભરોસો રાખવો પરંતુ માણસો પર ભરોસો રાખતા પહેલા 100 વાર વિચારવું પડે છે. આજના કળયુગમાં સગા લોહીવાળા ભાઇ-બહેન કે પરીવારમાં પણ ભરોસો નથી મુકાતો તેવા કિસ્સા અવાર નવાર જોવા મળે છે. આમ, આવા લોકો પરીવારમાં તાલમેલ મેળવવામાં હંમેશા નિષ્ફળ રહ્યા છે.

અમે અહીયા આપની સમક્ષ આવો જ એક કિસ્સો ઉજાગર કરવા જઇ રહ્યા છીએ. ભારતમાં ક્રિકેટ અને ક્રિકેટરની અગત્યતા કેટલી હદે છે તે આપ સૌ જાણો છો અને આંતરરાષ્ટ્રિય ક્રિકેટર બનવું કેટલું અઘરૂ છે તે પણ આપ સૌ જાણો છો. આમ તો ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા ગુજરાતીઓ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. જેમ કે કરશન ઘાવરી, ચંદુ બોરડે, દિપક શોધન, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, અતુલ બેદાડે, જસુ પટેલ, નરી કોન્ટ્રાક્ટર, નયન મોંગીયા, અજય જાડેજા, ચેતેશ્વર પુજારા, મુનાફ પટેલ, પાર્થીવ પટેલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, રવિન્દ્ર જાડેજા સહીતના ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં રમી ચુક્યા છે.

પરંતુ આપણે અહી વાત માત્ર એ ત્રણ ગુજરાતી ક્રિકેટરોની કરવાની છે કે જે ઘરની બહાર લોકોની નજરમાં નાની ઉમરે સેલીબ્રીટી બની ગયા છે પરંતુ તેમના ઘરમાં અને પરીવારમાં ક્યાક વડીલો તરફથી તો ક્યાક આ નવયુવાન ક્રિકેટરો તરફથી થયેલ દેખાદેખી કે મન દુખના કારણે કે પછી અપુરતી પરિપક્વતાના કારણે હિંદુ સંસ્કૃતીની “વસુદેવ કુટુંબકમ” ની જુની-પુરાણી પ્રણાલીને ઠેસ પહોચી છે.

 

જસપ્રિત બુમરાહ અને તેના દાદા-દાદી

જસપ્રિત બુમરાહ નામ આજે તમામ ક્રિકેટ પ્રેમીઓ ઓળખતું હશે. ખુબ જ ટુકા ગાળામાં જસપ્રિત બુમરાહે મોટી સફળતા મેળવી છે. તેની સફળતા પાછળ તેની મહેનત અને IPL સૌથી મોટું પરીબળ છે. પરંતુ થોડા દિવસ પહેલા બનેલી ઘટના બાદ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે જસપ્રિત બુમરાહ, તેની માતા અને બહેને તેના દાદા-દાદી અને પરીવારજનોથી વર્ષોથી સબંધ તોડી દીધો છે. હજુ થોડા દિવસ પહેલા વર્ષોથી ઉત્તરાખંડમાં રહેતા જસપ્રિત બુમરાહના દાદા-દાદી જસપ્રિતને તેના જન્મદિવસના દિવસે તેને મળવા માટે આવ્યા હતા. દાદા-દાદીએ જસપ્રિતની માતાએ જસપ્રિતને મળવાની ઘણી આજીજી કરવા છતા ન મળવા દેતા અંતે દાદાએ અમદાવાદની સાબરમતી નદીમાં પોતાનું જીવન ટુકાવી દીધું હતું.

Photo Source : Google

પરંતુ આ ઘટના બાદ જસપ્રિતની માતા દલજીત કૌરે જે કહ્યું હતું તેનાથી સમગ્ર બનાવ સામે આવ્યો હતો. “અમે સદંતર ખરાબ આર્થિક પરીસ્થીતીમાં જીવતા હતા. જશપ્રીતને કેમ મોટો કર્યો એ મને જ ખબર છે, ત્યારે કોઈ સગા જોવા પણ આવતા ન હતા, પરંતું મારો પુત્ર સેલીબ્રીટી ક્રિકેટર બની જતા અચાનક સંબંધીઓને યાદ આવ્યો.”  એમ જશપ્રીતની માતા દલજીતકૌર જશવીરસિંગ બુમરાહે પોલીસને જણાવ્યું હતું. જશપ્રિતના દાદા સંતોકસિંગ ઊત્તમસિંગ બુમરાહ (૮૦) ઊત્તરાખંડમાં તેમના પુત્ર સાથે રહેતા હતા. ડિસેમ્બરમાં તેઓ તેમના ક્રિકેટર પૌત્ર જશપ્રીત બુમરાહને મળવા અમદાવાદ આવ્યા હતા એ પોતાની વસ્ત્રાપુરમાં રહેતી દિકરી રજીન્દરકૌર બુમરાહ (૫૬)ને ત્યાં રોકાયા હતા. તેમને જશપ્રીતને મળવું હતું.

Photo Source : Google

જશપ્રીતની માતા દલજીતકૌર બુમરાહ વસ્ત્રાપુર લેક નજીક આવેલી એક સ્કૂલમાં પ્રિન્સીપાલ છે. સંતોકસિંગ સ્કૂલે ગયા હતા અને દલજીતકૌરને કહ્યું હતું કે તેઓ જશપ્રીતને મળવા માંગે છે. જોકે જશપ્રીત ક્રિકેટ મેચને કારણે બહાર હતો. દલજીતકૌરે જશપ્રીતને મળવા દેવાની ના પાડી હતી. સંતોકસિંગે જશપ્રીતનો મોબાઈલ નંબર માંગતા તે પણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આથી મનમાં લાગી આવતા રવિવારે સંતોકસિંગે સાબરમતી નદીમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો.

Photo Source : Google

૧૭ વર્ષ અગાઉ જશપ્રીતના પિતા જશવીરસિંગ બુમરાહનું અવસાન થયું હતું. તે વટવામાં ફેક્ટરી ધરાવતા હતા. તે વખતે જશપ્રીત ખૂબ નાનો હતો. તેની માતા દલજીત કૌરે જણાવ્યું હતું કે પતિના અવસાન બાદ તેમની આર્થિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પરંતું કોઈ સગા તેમની મદદે આવ્યા ન હતા. જશપ્રીતને તેમણે મોટો કેમ કર્યો તે પોતે જાણે છે. હવે જશપ્રિત ભારતની ક્રિકેટ ટીમમાં સેલીબ્રીટી બની ગયો છે અને અમારી આર્થિક હાલત પણ સુધરી છે ત્યારે તેમના સગા દોડીને આવવા લાગ્યા છે. અત્યાર સુધી તેઓ ક્યાં હતા.

પાર્થીવ પટેલ અને પરીવારની અપરીપક્વતાએ જગતકાકા ગુમાવ્યા

પાર્થીવ પટેલના કેસમાં પણ આવું જ કઇક બનેલું છે. આજે સૌવ કોઇ જાણે છે કે પાર્થીવ પટેલને બનાવવામાં તેના કાકા જગત પટેલનો મહત્વનો હાથ છે. તેના કાકા જગત પટેલ પોતે એક ક્રિકેટર બનવા માંગતા હતા. પરંતુ તેમના સમય સંજોગે તે શક્ય ન બન્યું અને પોતાની ઇચ્છા તેમણે મનમાં જ દબાવી દીધી હતી. પરંતુ જ્યારે પાર્થીવની ઉમર 8 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાની જોબ જે મિલમાં હતી તે મીલો બંધ થઇ જતાં સમગ્ર કુટુંબની પરિસ્થિતી ખુબ જ નબળી પડી ગઇ હતી.

Photo Source : Google

આવા સમયે બેંકમાં નોકરી કરતા જગત કાકાને થયું કે જો પાર્થિવની કારકિર્દી કોઇ રીતે બને તો તેનું પરીવાર સુખી થઇ જાય અને કુદરતું નિર્માણ પણ જુઓ કે આ સમય દરમ્યાન કોઇ કારણો સર જગત કાકા ભત્રીજા પાર્થીવ પર ગુસ્સે થઇ જતાં બાથરૂમમાં પુરવા જતાં પાર્થીવની ટચલી આંગળી દરવાજામાં આવી જતાં ઘણી મહેનત બાદ તેની આંગળીના પહેલા બે વેઢા કાપવા પડ્યા હતા. હજુ ઘરની મુશ્કેલ પરિસ્થિતી પુરી થઇ ન હતી ત્યા બીજી મુશ્કેલ પરિસ્થિતી આવી પડી.

Photo Source : Google

આ પ્રસંગે જગત કાકાના દિલમાં ઉંડો આઘાત લાગ્યો હતો. આમ આ આઘાત પાર્થિવને ક્રિકેટર બનવાનું નીમીત બન્યું અને અહીથી પાર્થિવની ક્રિકેટની કારકિર્દી બનાવવા માટે જગત કાકા તૈયારીમાં લાગી ગયા હતા.

પોતાના મોટા ભાઇ અજય પટેલના દિકરા પાર્થીવ પટેલને એક આંતરરાષ્ટ્રિય ક્રિકેટર બનાવવા પાછળ તેને દરેક પ્રકારે સર્વશ્રેષ્ઠ ક્રિકેટીંગ ઘડતર થાય તે માટે જગત કાકાએ પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરી દીધું. હાલમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરીયા ઇંડોર સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના ઓપનીંગ સમયે પોતાના ભાષણમાં ભત્રીજા પાર્થિવ પટેલ અને જગત કાકાનો દાખલો આપીને ઉભરતા રમતવિરો અને તેમના પરીવારજનોને પ્રોત્સાહન આપ્યું હતું.

Photo Source : Google

અથાગ પરિશ્રમ અને દ્રઠનિચ્છયથી ભારત દેશને એક સૌથી નાની ઉમરનો વિકેટ કિપર કમ બેટ્સમેન પાર્થિવ પટેલ મળ્યો હતો. પાર્થિવ પટેલને પૈસા, પ્રતિષ્ઠા, માન સમ્માન અપાવ્યા બાદ જગત કાકાને હાશકારો અને આત્મસંતોષ અનુભવ્યો. પોતાનાથી થયેલા ગુસ્સા અને ઘરની નબળી પરિસ્થિતીના પશ્ર્યાતાપ પુરો થયા બાદ જગતકાકાએ પાર્થિવની બહેન અને પાર્થિવના લગ્ન કરાવ્યા બાદ પોતાના ઘર સંસારની શરૂઆત કરી હતી. કહે છે કે પાર્થિવે 24 વર્ષે અને જગત કાકાએ 48 વર્ષે લગ્ન કર્યા હતા.

Photo Source : Google

પરંતુ કહેવાય છે ને કે ફેઇમ-પૈસા તેની સાથે દુખ પણ લઇને આવે છે. તેને પચાવવું અને સમજવું ઘણું કઠીન છે. પોતાની એક ભુલને કારણે પોતાનું સર્વશ્વ બાજુ પર મુકીને પોતાના ભત્રીજા અને પોતાના મોટા ભાઇના પરીવારને આટલી મોટી પ્રતિષ્ઠા અપાવનાર જગત કાકાને મન-દુખ, દેખાદેખી અને અપરિપક્વતાનો ભોગ બનવું પડ્યું. જ્યારે પાર્થિવનું નામ પડે ત્યારે લોકોમાં એક જ વાત આવતી કે તેને બનાવનાર તેના કાકા “જગત કાકા”. જો જગત કાકા ના હોત તો આજે ટીમ ઇન્ડિયાને પાર્થિવ પણ ન મળ્યો હોત. આ વાતની ઇર્ષા અને નજીકના વર્તુળના લોકોની ભંભેરણીના કારણે જગત કાકાને પાર્થિવ અને તેના પિતા અજય પટેલે તેના પરીવારથી અલગ કરી સબંધ પુરો કરી દીધો હતો. છેલ્લા 8 વર્ષથી જગત કાકા અલગ જ દુનિયામાં બેંકની નોકરી ચાલુ રાખી અને પોતાનો ઘર સંસાર ચલાવી રહ્યા છે.

આમ પ્રસિદ્ધી લોકોને ક્યા-ક્યા લઇ જાય છે તે જોયું. આમ જ ભારતીય યુવા ક્રિકેટર જસપ્રિત બુમરાહ તેના વડીલો તરફથી સપોર્ટ ન હોવાથી તેના માતા-બહેને સંયુક્ત કુટુંબને તિલાંજલી આપી તો પાર્થિવ પટેલને જગત કાકાએ સંપુર્ણ સપોર્ટ કર્યો છતાં તેના ઘરના વડિલોએ ખુદ જગત કાકાને સંયુક્ત કુટુંબમાંથી તિલાંજલી આપી. કદાચ આ જીરવી શકવું આ બન્ને માટે અશક્ય હતું. તેથી જ જસપ્રિત બુમરાહના દાદાએ આપઘાત કર્યો જ્યારે જગત કાકાએ પોતાની પત્નિ અને દિકરીની જવાબદારીમાં ફરીથી પરોવાઇ ગયા.

 

પઠાણ બ્રધર્સે વસુધૈવ કુટુંબકમની પ્રણાલી પાળી

એક બાજુ હિંદુ સંસ્કૃતિ “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાને સામાન્ય પરીવારમાંથી સેલિબ્રીટી બની સમૃદ્ધ બનેલા બે ગુજ્જુ ક્રિકેટરોનો ઇતિહાસ જોયો તો તેમાંથી તદ્દન વિપરીત અલગ જ કિસ્સો અહીયા ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ બન્ને ભાઇઓ અને તેમના પરીવારનો જોવા મળે છે.

Mumbai: Baroda’s Irfan Pathan and Yusuf Pathan pose with Syed Mushtaq Ali Trophy after their win over Punjab in the final match of the tournament in Mumbai on Tuesday. Baroda defeated Punjab by 8 runs to lift the trophy. PTI Photo by Santosh Hirlekar (PTI3_27_2012_000076B)

તેઓ પણ એક સામાન્ય પરીવાર કહો કે સામાન્ય કુટુંબ કહો તેવી પરીસ્થીતીમાંથી એક સેલિબ્રીટી અને ઉચ્ચ કક્ષાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનેલા છે. કહેવાય છે કે એક સમયે ઇરફાન-યુસુફના પરીવાર પાસે રહેવા માટે ઘર ન હતું ત્યારે મશ્જીદમાં એક રૂમમાં સમગ્ર પરીવાર રહેતું હતું અને આજે આટલા સમ્રુદ્ધ થવા છતા એક આલીશાન બંગલામાં સહ-કુટુંબ સાથે રહે છે. ઇરફાનના પિતા પરીવારનું ગુજરાન ચલાવવા માટે એક સમયે અત્તરનુ વેચાણ કરતા હતા. ત્યારે ઇરફાન અને યુસુફ ક્રિકેટ રમવામાં મસ્ત હતા. તેમ છતાં આ મુશ્લીમ પરીવાર આજે હિંદુ ધર્મનું “વસુદેવ કુટુંબકમ” ની પ્રણાલી પ્રમાણે સહ પરીવાર એક જ છતની નીચે સુખ-ચેનથી રહે છે. એક બીજાની લાગણીઓથી જીવતું આ કુંટુંબના સ્ટાર ગણાતા ઇરફાન અને યુસુફ પઠાણ તેમના માતા-પિતા સહીત પુરા પરીવારને માન – સન્માનથી પોતાની સાથે રાખે છે અને એટલે જ કદાચ આજે તે બાકીના ક્રિકેટરો અને સેલીબ્રીટી કરતા વધારે સુધી જીવન જીવે છે.

Photo Source : Google

આમ, અહી જો બન્ને ખેલાડીઓએ પોતે પણ થોડીક પરિપક્વતા, ધીરજ, સંતોષ અને એક મેકનો વિશ્વાસ રાખી થોડીક લેટ-ગોની ભાવના, હશે-મળશેની ભાવના રાખી હોત તો કુદરતે આપેલા સુખ-સમૃદ્ધીના કારણે આજે બન્ને પરીવાર સમાજમાં ખુબ ઉચી પ્રતિષ્ઠા ધરાવતા હોત. તો બીજી તરફ ગુજરાત અને ભારતને જગત કાકા બીજા ઘણા પાર્થિવ પટેલ તૈયાર કરી શક્યા હોત.

હજુ પણ સમય જતો નથી રહ્યો. દરેક કુટુંબમાં સમય અનુસાર આવા પ્રસંગો બનતા જ હોય છે. પરંતુ બન્ને પરીવાર આ સ્થિતિમાંથી બહાર આવે અને વસુદેવ કુટુંબકમની પ્રણાલી પ્રમાણે સહ-કુટુંબની ભાવના જાણવે તેવી એક નમ્ર અપીલ…

(નોંધઃ ઉપરની સમગ્ર માહિતી કોઇ પણ પરીવારની ખાનગી નથી, આ જાણકારી જાહેર સમાજમાંથી જ લેવામાં આવી છે, જેની નોંધ લેવી.)

Tags
Show More

Related Articles