Ahmedabad SportsCity Sports

એશિયાડ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ગુજરાતના હરમીત દેશાઇ અને માનવ ઠક્કરનો ભારતીય ટીમમાં સમાવેશ

21 જુન, (SportsDiary.in), અમદાવાદ : એશિયાડ ગેમ્સનું આયોજન આ વખતે ઓગષ્ટ મહિનામાં ઇન્ડોનેશિયામાં થનારૂ છે. જેમાં ટેબલ ટેનીસની રમતમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ ભારતીય ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સીનિયર હરમીત દેશાઇ અને યુવા ખેલાડી માનવ ઠક્કરનો સમાવેશ થયો છે.

Photo Source : Google

આ સાથે ભારતીય ટેબલ ટેનિસમાં ગુજરાતના બે ખેલાડીઓને સ્થાન મળ્યું હોવાની અનોખી ઘટના બની હતી. બંને ખેલાડીઓ સુરતના છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા સનિલ શેટ્ટીના સ્થાને માનવ ઠક્કરને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. ઈન્ડોનેશિયામાં તારીખ 18 મી ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર દરમિયાન એશિયન ગેમ્સનું આયોજન થશે.

Tags
Show More

Related Articles