Baroda SportsCity Sports
વેલિયન્ટ સ્ટાર વિપુલ નારીગરાએ વેલિયન્ટ ચૈમ્પિયનશિપમાં આપી હાજરી

વરોદરા: વરોદરામાં 4 ઓક્ટોબરથી વેલિયન્ટ ક્લબ ચૈમ્પિયનશિપની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ચૈમ્પિયનશિપના પહેલા દિવસે ક્લબના દરેક ક્રિકેટરોને કેપ અને ડ્રેસ આપવામાં આવ્યા હતા. વેલિયન્ટ ક્રિકેટના સ્ટાર ક્રિકેટર વિપુલ નારીગરાએ આ ચૈમ્પિયનશિપમાં હાજરી આપી હતી અને તમામ ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તમામ ખેલાડીઓને કેપ અને ડ્રેસ વેલિયન્ટ ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિપુર નારીગરાએ આપી હતી. વેલિયન્ટ ચૈમ્પિયનશિપમાં ભાગ લેવા માટે દેશના ખુણે ખુણેથી યુવા ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ લેવા આવી પહોચ્યા હતા.