Ahmedabad SportsCity Sports

અમદાવાદના વ્રજ ગોહિલે બેલવેડેર ઓપનમાં બે ટાઇટલ જીત્યા

વ્રજ ગોહિલે અંડર 12 અને અંડર 14 સિગલ્સનું ટાઇટલ જીત્યું

અમદાવાદ : AISA કોર્ટ ખાતે રમાતી બેલવેડેર ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદના વ્રજ ગોહીલે અંડર-14 અને અંડર-12 સિંગલ્સ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતી લીધા હતા. અંડર-14ની ફાઇનલમાં વ્રજ ગોહીલે પોતાની જ એકેડમીના સ્પર્શ પરમારને હરાવ્યો હતો. તેણે પ્રારંભથી જ આક્રમક રમત દાખવીને 6-2, 6-3થી મેચ જીતી લીધી હતી. અગાઉ અંડર-12ની ફાઇનલમાં વ્રજે પર્વ પટેલને 6-1, 6-0થી હરાવીને ટ્રોફી જીતી હતી. તેણે માત્ર એક જ ગેમ ગુમાવી હતી.

ગયા મહિને વ્રજે ગાંધીનગર ખાતે અંડર-14 ઓપન ટુર્નામેન્ટમાં અને તે અગાઉ નવેમ્બર 2017માં અંડર-10 ટેલેન્ટ સિરીઝમાં પણ ટાઇટલ જીત્યું હતું. સેમિફાઇનલમાં વ્રજે આદિત્ય નાયરને 9-4થી હરાવ્યો હતો. દરમિયાન અંડર-10 વિભાગમાં શર્લી શાહ અને વ્યોમ શાહે સિલ્વર મેડલ જીત્યો હતો. રસાકસીવાળી ફાઇનલમાં પ્રાચી રાણા સામે શર્લીનો 8-9થી પરાજય થયો હતો જ્યારે વ્યોમનો તનય શર્મા સામે 3-9થી પરાજય થયો હતો.

Tags
Show More

Related Articles