Ahmedabad SportsCity Sports

સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં વ્યોમ, પ્રાચી, શૈલી અને આર્ચી વિજેતા બન્યા

12 ઓક્ટોબર, (SportsDiary.in), અમદાવાદ : સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરીમાં વ્યોમ શાહ, પ્રાચી રાણા, વિહાન શાહ, શૈલી ઠક્કર, અથર્વ પટેલ અને આર્ચી શાહે ચેમ્પિયન બન્યા હતા. બોયસ અંડર 10 સિગલ્સમાં વ્યોમ શાહ 4-0, 4-2 થી દેવેશ ગુપ્તાને હારવી વિજેતા બન્યો હતો. ગર્લ્સમાં પ્રાચી રાણાએ 2-4, 4-0 અને 4-0 થી સિયા પટેલને હરાવીને વિજેતા બની હતી. જ્યારે બોયસ અંડર 12માં હર્ષ રાવલે 6-3 અને 7-6 થી વિહાન ત્રિપાઠીને હારવી ચેમ્પિયન બન્યો હતો. ગર્લ્સમાં શૈલી ઠક્કરે 3-6, 7-6 થી આરૂશી રાવલને હરાવી ચેમ્પિયન બની હતી.

 

ગુજરાતના તમામ લોકલ સ્પોર્ટસના સમાચાર મેળવવા માટે www.SportsDiary.in પર Subscribe કરો.

Tags
Show More

Related Articles