Ahmedabad SportsCity SportsSurat Sports

અમદાવાદના યોગેશ શાહ 55 વર્ષની ઉમરે પણ અડિખમ, ટેનિસમાં બન્યા ચેમ્પિયન

3 નવેમ્બર, (SportsDiary.in), સુરત : ગુજરાત ક્ષેત્રે રમત ગમતનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજે પરીવારના લોકો પોતાના બાળકોને રમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન તો કરે જ છે પરંતુ તેની સાથે પરીવારના લોકો કે પછી મોટી ઉમરના લોકો પોતાનું સ્વાસ્થય સારૂ રહે તે માટે પણ રમત રમતા રહે છે. તેવામાં હાલમાં જ સુરત ખાતે ઓલ ઇન્ડિયા સિનિયર્સ ટેનિસ ટુર્નામેન્ટ 2018નું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી 55 કે તેનાથી વધુ ઉમરના લોકોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદના યોગેશ શાહે શાનદાર પ્રદર્શન કરતા સિંગલ્સ કેટેગરીમાં ચેમ્પિયન રહ્યા હતા. તો ડબલ્સની કેટેગરીમાં તેમની જોડી રનર્સ અપ રહી હતી.

અમદાવાદના યોગેશભાઇ શાહ ઘણા લાંબા સમયથી ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેતા રહ્યા છે. તેમણે ચાલુ વર્ષે રાજસ્થાન ટેનિસ ક્લબ દ્રારા ઓલ ઇન્ડિયા સિનિયર્સ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન જયપુર ખાતે થયું હતું. આ ટુર્નામેન્ટમાં યોગેશભાઇ શાહે 55+ કેટેગરીની સિનિયર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તે સિગલ્સ અને ડબલ્સ કેટેગરીમાં રનર્સ અપ રહ્યા હતા.

તો ચાલુ વર્ષે ફેબ્રુઆરીમા અમદાવાદ ખાતે ‘અમદાવાદ ટેનિસ પ્રીમિયર લીગ 2018’ નું આયોજન થયું હતું. જેમાં ACTF સુપર સ્ટાર્સની ટીમ ચેમ્પિયન રહી હતી. યોગેશ શાહ આ ચેમ્પિયન ટીમના સભ્ય રહી ચુક્યા છે.

Tags
Show More

Related Articles