Ahmedabad SportsCity Sports

અમદાવાદની ઝીલ દેશાઇ અને પ્રાન્જલાએ થાઇલેન્ડમાં ITF નું ડબલ્સનું ટાઇટલ જીત્યું

4 મે, (Sports Diary), અમદાવાદ : ગુજરાતમાં ટેનીસની રમતમાં છેલ્લા ઘણા વર્ષોથી હરણફાળ પ્રગતી થઇ રહી છે. ત્યારે અમદાવાદ શહેરની યુવા ટેનીસ ખેલાડીએ વિદેશમાં શાનદાર પ્રદર્શન કરીને શહેર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગુજરાતની અમદાવાદ શહેરની ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈ અને પ્રાન્જલા યાદ્લાપલ્લીની ભારતીય જોડીએ થાઈલેન્ડમાં આઇટીએફ વિમેન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું હતુ. તેમણે ફાઈનલમાં તાઈપેઈની ચીન-વેઈ ચાન અને સીન- યુએન શીહની જોડીને ૬-૩, ૭-૬(૭-૦) થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. અમદાવાદની ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ ચાલુ વર્ષે જુનિયર લેવલે ચારેય ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં ગર્લ્સ સિંગલ્સમાં ભાગ લઈને ઈતિહાસ રચ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો.

Tags
Show More

Related Articles